સબ ઇન્સપેકટર અને સેલ્સ ટેક્સ ઓફિસર બનવાની છે તક… કરો જલ્દી APPLY

મહારાષ્ટ્ર પોલીસ લોક સેવા આયોગમાં ઘણી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એમપીએસસીએ 449 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. જેમાં સબ ઇન્સપેકટર, સેલ ટેકસ ઇન્સપેકટર અને આસિસ્ટન્ટ સેકશન ઓફિસર જેવી જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતી માટે અરજી કરવી હોય તો તેની આધિકારીક વેબસાઇટ પર જઇ અરજી કરો. આ અરજી માટેની સંપૂર્ણ જાણકારી અહી આપવામાં આવી છે…

જગ્યાની માહિતી : ભરતી માટે ઘણી જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. જેમાં પોલીસ સબ ઇન્સપેકટર માટે 387 જગ્યા, સેલ્સ ટેક્સ ઇન્સપેકટર માટે 34 જગ્યા, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર માટે 28 જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

પગાર : આ જગ્યા માટે પસંદગી પામના ઉમેદવારને 9,300-34,800 રૂપિયા પે-સ્કેલ આપવામાં આવશે. જેનો ગ્રેડ-પે 4300 રૂપિયા રહેશે.

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર કોઇપણ વિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી.

ઉંમર : આ ભરતીમાં જગ્યા અનુસાર ઉંમર નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે 19 થી 31 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે.

જોબ લોકેશન : મુંબઇ (મહારાષ્ટ્ર)

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારે લેખિત પરીક્ષા, મેંસ પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરાશે.

ફી : ઉમેદવારે અરજી માટે 374 રૂપિયાની ફી ચૂકવણી કરવી પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ 274 રૂપિયા ફી આપવી પડશે.

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે આધિકારીક વેબસાઇટ www.mahampsc.mahaonline.gov.in પર જઇ અરજી કરી શકે છે.

અરજી કરવાની અંતિમ તારીખ : 20 માર્ચ 2018

You might also like