VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો માર, વાલીઓએ કર્યો હોબાળો

દેવભૂમિ દ્વારકાઃ કાયદાકીય રીતે શાળામાં બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ છે. તેમ છતાં કેટલીક સ્કૂલો આ નિયમોને ઘોળીને પી જાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડની શિવકૃપા સ્કૂલ વહીવટી તંત્ર સામે વિદ્યાર્થીને શારીરિક માર મારવાની ફરિયાદ ખુદ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષક દ્વારા માર મારવામાં આવતાં વાલીઓ ઘણાં રોષે ભરાયાં હતાં અને સ્કૂલનાં વહીવટી તંત્રને ઠપકો આપવા પહોંચ્યાં હતાં. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ મીડિયાકર્મીઓ પણ સ્કૂલે ધસી ગયા હતાં. જ્યાં સ્કૂલનાં ટ્રસ્ટીઓ દ્વારા મીડિયાકર્મીઓનાં કેમેરા તોડવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્કૂલ પ્રશાસન સામે ફરિયાદ
ભાણવડની શિવકૃપા સ્કૂલ પ્રશાસન સામે ફરિયાદ
વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા માર મરાતા નોંધાઇ ફરિયાદ
ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને શિક્ષકે માર્યો માર
ટ્રસ્ટી દ્વારા મીડિયાકર્મીઓ સાથે કરાઇ ગેરવર્તણુંક

You might also like