VIDEO: અમદાવાદઃ હાર્દિકની રેલીમાં પથ્થરમારો, PAAS અને ભાજપનાં કાર્યકરો આમને સામને

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં સંયોજક હાર્દિક પટેલ આજે અમદાવાદનાં નિકોલમાં જાહેર સભા સંબોધશે. આ વિરાટ સભાને યોજતા પહેલાં હાર્દિક પટેલે ઘૂમા ગામથી ભવ્ય રેલી નીકાળી હતી. જે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી પસાર થઇ હતી.

અમદાવાદનાં ખાસ કરીને પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાંથી હાર્દિકની આ રેલી નીકળી છે. જેમાં આનંદીબેન પટેલ અને અમિત શાહનાં પૂર્વ મત વિસ્તારોમાંથી પણ આ રેલી પસાર થઇ હતી. જેમાં આ રેલી સવારે ઘૂમા ગામથી નીકળી આ રેલી શહેરનાં અંકુર, કે.કે.નગર, રાણીપ, હાટકેશ્વર, ખોખરા અને બાપુનગરથી પસાર થઈને નિકોલમાં જનસેવા ખાતે તે સભામાં ફેરવાશે.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષાનાં કારણોસર પહેલા રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ અમુક ડેસ્ટિનેશન બાદ કરી ચૂંટણીપંચે રેલીને મંજૂરી આપી હતી. પરંતુ મળતી માહિતી મુજબ હાર્દિક પટેલની રેલી જ્યારે બાપુનગર ખાતે પહોંચી ત્યારે ત્યાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

આ પથ્થરમારો કરવામાં PAAS અને ભાજપનાં કાર્યકરો સામસામે આવી ગયાં હતાં. બાપુનગર વિસ્તારનાં ડાયમંડ બજારની નજીક હાર્કિકનાં PAASનાં સમર્થકો અને ભાજપનાં કાર્યકરો વચ્ચે સંઘર્ષ થતાં પથ્થરમારો થયો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. જો કે હવે હાર્દિક ક્રાંતિસભા રેલીને નિકોલ જનસેવા કેન્દ્ર ખાતે જાહેરસભા તરીકે સંબોધશે.

You might also like