GST પસાર થવાની આશા શેરબજારમાં ટૂંકા સમયગાળા માટે તેજી દેખાશે?

આગામી સપ્તાહે શેરબજાર ડિસેમ્બર મહિનામાં પ્રવેશી રહ્યું છે. શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. મહત્ત્વના જીએસટી બિલ સંદર્ભે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે કેટલાક વિવાદના મુદ્દાને લઇને વાતચીતનો દોર શરૂ થયો છે, જેને લઇને જીએસટી પસાર થવાની આશા પણ વધી છે. સકારાત્મક વાતાવરણ શેરબજારને પણ સપોર્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૫૮ પોઇન્ટના સુધારે ૭૯૪૨ની સપાટીએ બંધ થઇ હતી. નિફ્ટી ૮,૦૦૦ની સપાટી ક્રોસ કરે તો ૮,૦૩૦ અને ૮,૧૦૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે. આગામી ૧ ડિસેમ્બરે આરબીઆઈની પોલિસીના વ્યાજદરમાં ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.

ઓટોમોબાઇલ સેક્ટરના નવેમ્બર મહિનાના વેચાણનાં સારાં પરિણામ આવી શકે છે. આ સેન્ટિમેન્ટ પાછળ ઓટો સેક્ટરના શેર્સમાં સુધારા તરફી ચાલ જોવાઇ શકે છે. ખાસ કરીને દિવાળીના તહેવારોની સિઝનમાં પેસેન્જર કાર કંપનીઓના વેચાણમાં વધારો થયો હોય તેવા અહેવાલ આવે. વર્ષ ૨૦૧૫ના છેલ્લા મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારો શેરબજારમાં પ્રોફિટ બુકિંગ પણ કરી શકે છે. શેરબજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૭,૯૩૫ની સપાટીએ મજબૂત સપોર્ટ છે. જો આ સપાટી તોડે તો નિફ્ટી ૭,૮૫૦ની સપાટીએ પણ જોવાય.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ‍વધારો થાય તેવી પણ એક શક્યતા જોવાઇ શકે છે, જેની ચિંતા બજારને સતાવી રહી છે. આગામી સપ્તાહે લોજેસ્ટિક કંપનીઓ કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં સુધારા તરફી ચાલ જોવાઇ શકે છે.

You might also like