Stock Market: ઓટો શેરની આગેવાની હેઠળ શેરબજાર અપ

અમદાવાદ: શેરબજારમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં જોવા મળેલા પોઝિટિવ ટ્રેન્ડ તથા સ્થાનિક બજારમાં ઓટો, બેન્ક તથા અન્ય સેક્ટરના શેરમાં ખરીદીના પગલે સુધારાની ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૨૪ પોઇન્ટના સુધારે ૩૫,૪૪૩, જ્યારે નિફ્ટી ૨૬ પોઇન્ટના સુધારે ૧૦,૭૬૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાઇ ૧૮,૧૩૦ની સપાટીએ પહોંચી ગયો હતો. દરમિયાન ક્રૂડમાં આગઝરતી તેજી હોવા છતાં ઘટાડે ઓઇલ કંપનીના શેરમાં લેવાલીના પગલે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઓએનજીસી કંપનીના શેરમાં એકથી ૧.૫૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે પાવર ગ્રીડ, ડો.રેડ્ડીઝ લેબ્સ અને બજાજ ઓટો કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

આવતી કાલે રિઝલ્ટ પૂર્વે આ શેરમાં વધ-ઘટ
અલ્હાબાદ બેન્ક ૦.૪૨ ટકા
કેનેરા બેન્ક ૦.૯૫ ટકા
દેના બેન્ક ૦.૨૬ ટકા
ગ્રેફાઇટ ઇન્ડિયા ૧.૯૩ ટકા
હેવેલ્સ ૦.૨૩ ટકા
ગુજરાત ગેસ – ૦.૫૩ ટકા
ટાટા ગ્લોબલ – ૦.૨૬ ટકા
યુકો બેન્ક – ૦.૨૬ ટકા
ટીવીએસ ઈલેક્ટ્રિકલ્સ – ૦.૮૧ ટકા

ઓટો શેર દોડ્યા
મારુતિ સુઝુકી ૦.૧૯ ટકા
બજાજ ઓટો ૦.૩૭ ટકા
આઈશર મોટર ૧.૮૦ ટકા
ટાટા મોટર્સ ૦.૨૯ ટકા
અશોક લેલેન્ડ ૦.૬૨ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૩ ટકા

ફ્લિપકાર્ટ અને વોલમાર્ટની ડીલ બાદ વોલમાર્ટ કંપનીનો શેર ૩.૧૩ ટકા તૂટ્યો
ભારતની ઇ-કોમર્સ કંપન ફ્લિપકાર્ટ સાથે વોલમાર્ટની ડીલ બાદ અમેરિકી કંપની વોલમાર્ટના શેરના ભાવ તૂટ્યા છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર આ શેર છેલ્લે ૩.૧૩ ટકાના ઘટાડે ૮૩.૦૬ ડોલરની સપાટીએ બંધ જોવાયો હતો. નોંધનીય છે કે આ ડીલ પૂર્વે આગલા દિવસે છેલ્લે આ કંપનીનો શેર ૮૫.૭૪ની સપાટીએ બંધ નોંધાતો જોવા મળ્યો હતો.

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે ડીલ બાદ આ કંપનીના શેર ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર એક તબક્કે ૮૨ ડોલર દિવસની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયોહતો. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓ વચ્ચેની ડીલ થઇ છે. ફ્લિપકાર્ટમાં ૭૭ ટકાનો હિસ્સો વોલમાર્ટે ખરીદી લીધો છે.

You might also like