Stock Market: US ફેડની બેઠક પૂર્વે નિફટી 10,800ને પાર

અમદાવાદ: આજે શરૂઆતે શેેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૬ર પોઇન્ટને સુધારે ૩પ,પ૪૬ જ્યારે એનએસઇ નિફટી ૧પ પોઇન્ટને સુધારે ૧૦,૮૦રની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફટી પણ માત્ર ચાર પોઇન્ટને સુધારે ર૬,૪પ૮ પોઇન્ટને મથાળે ટ્રેડિંગમાં જોવાઇ છે. યુએસ ફેડરલ રિઝર્વની આજથી શરૂ થતી બે દિવસીય બેઠક તથા આજે સાંજે આઇઆઇપી અને ફુગાવાના ડેટા આવે તે પૂર્વે શેરબજારમાં સાવચેતીની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઇલ, એફએમસીજી, આઇટી, મીડિયા, પીએસયુ બેન્ક, કન્ઝયુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડઝ સેક્ટરનાં શેરમાં સકારાત્મક ચાલ જોવા મળી છે.

ડો.રેડ્ડીઝ લેબ્સમાં બે ટકાનો સુધારો નોંધાયો હતો. જ્યારે અદાણી પોર્ટ અને વિપ્રો કંપનીમાં શેરમાં ૦.૭પ ટકાથી ૧.૪૦ ટકાનો સુધારો જોવાયો હતો. જ્યારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, વેદાન્તા અને ઇન્ફોસિસ કંપનીનાં શેરમાં વેચાવલી જોવા મળી હતી. જો કે આજે મેટલ સેક્ટરમાં નરમાઇની ચાલ જોવા મળી હતી.

બજારના જાણકારો જણાવ્યા પ્રમાણે વૈશ્વિક અને સ્થાનિક મોરચે પોઝીટીવ પરીબળોનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં બેંકની સ્થિતિ વધુ નબળી પડી રહી છે. સરકાર દ્વારા લેવાયેલા પગલા અપેક્ષા મુજબ કારગર નિવડ્યા નથી અને તેને કારણે રોકાણકારોનું બેંકીંગ સહિત અન્ય સેકટરોમાં રોકાણનો અભાવ જોવા મળી રહ્યો છે. તેથી બજારમાં પણ મોટી મુવમેન્ટનો અભાવ વર્તાઇ રહ્યો છે.

મેટલ શેર તૂટ્યા
ટાટા સ્ટલ ૦.૩૦ ટકા
કોલ ઇન્ડિયા ૦.૭પ ટકા
હિન્દુસ્તાન ઝિંક ૦.૯૮ ટકા
હિન્દાલ્કો ૦.૩૯ ટકા
સેઇલ ૦.પર ટકા
વેદાન્તા ૦.૪પ. ટકા

You might also like