Stock Market : સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટઃ PSU બેન્કો દબાણમાં

અમદાવાદ: આજે ઘરેલુ શેરબજાર સુસ્ત જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ રહીને ટ્રેડિંગ કરી રહ્યાં હતાં. શેરબજાર ખૂલ્યા બાદ નિફ્ટીએ ૧૧,૫૮૧.૭૫ની સપાટી સ્પર્શી હતી અને સેન્સેક્સ ૩૮,૪૦૩ સુધી પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નિફ્ટી અને સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી આ લખાઇ રહ્યું છે ત્યારે ૮.૪૫ના ઘટાડા સાથે ૧૧,૫૪૩ પર ટ્રેડ કરી રહી છે, જ્યારે સેન્સેક્સ ૪૫.૩૭ પોઇન્ટના ઘટાડા સાથે ૩૮,૨૩૩ પર ટ્રેડ કરી રહ્યો છે. પીએસયુ બેન્કના શેરમાં દબાણ જોવા મળ્યું હતું.

મિડકેપ અને સ્મોલેકપ શેરમાં થોડી મજબૂતાઇ દેખાઇ રહી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા સુધી ઊછળ્યો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૨ ટકા સુધી ઊછળ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાનો વધારો નોંધાયો છે.

રૂપિયામાં પણ થોડો ઉછાળો જોવા મળ્યો છે. આજે શેરબજાર ખૂલ્યું ત્યારે ૧૭ પૈસાની મજબૂતાઇ સાથે રૂપિયો ડોલરની તુલનાએ ૬૯.૬૫ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે પાછળથી રૂપિયો પણ ૦.૨૧ પૈસા તૂટીને ડોલર સામે ૬૯.૬૧ની સપાટીએ જોવા મળ્યો હતો.

You might also like