Categories: Business Trending

Stock Market: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 11,500ની નજીક

અમદાવાદ: આજે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં જોવા મળ્યાં છે. સેન્સેક્સમાં ૨૫૦ પોઇન્ટ કરતાં વધુ કડાકો બોલાઇ ગયો છે, જ્યારે નિફ્ટી ૯૦ પોઇન્ટથી વધુ તૂટી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૬૮.૪૮ના ઘટાડા સાથે ૩૮,૧૨૧.૩૪ની સપાટી પર અને નિફ્ટી ૮૨.૫૫ પોઇન્ટ તૂટીને ૧૧,૫૦૬.૫૫ પર ટ્રેડ કરી રહી છે.

મિડકેપ શેરમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે અને સ્મોલકેપમાં નજીવી લેવાલી દેખાઇ રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૦.૫ ટકાના કડાકા સાથે ૨૭,૩૩૯ પર ટ્રેડ કરી રહી છે.

અલબત્ત, આઇટી, મેટલ અને ફાર્મા શેરમાં ખરીદી જોવા મળી રહી છે. એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, લ્યુપિન, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ જેવા શેરમાં ૦.૮થી ૩.૮ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ યસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, હીરો મોટો જેવા શેર ૧.૨૫થી બે ટકા સુધી ગગડ્યા છે.

શરૂઆતે રૂપિયો ૪૫ પૈસા તૂટ્યો
શરૂઆતમાં ડોલરની તુલનાએ રૂપિયો ૪૫ પૈસા તૂટીને ૭૨.૧૮ની સપાટીએ ખૂલ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી હતી, જોકે થોડી વાર બાદ રૂપિયામાં સુધારો થયો હતો અને આ લખાઇ રહ્યું છે ત્યારે ૦.૫૭ પૈસાના નજીવા સુધારા સાથે રૂપિયો ૭૨.૩૧ પર ટ્રેડ કરી રહ્યો છે. શુક્રવારે બજાર બંધ હતું ત્યારે રૂપિયો ૭૧.૭૩ની સપાટીએ હતો.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago