Stock Market: સેન્સેક્સમાં 133 પોઈન્ટનો શરૂઆતનો સુધારો ધોવાયો

અમદાવાદ: બે દિવસ સતત શેરબજારમાં ઘટાડા બાદ આજે પ્રારંભિક કામકાજમાં સેન્સેક્સ ૧૩૩ પોઇન્ટ વધીને ૩૭,૫૪૬.૪૨ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ ૧૧,૩૦૦ પર ખૂલી હતી.

દરમિયાન રૂપિયામાં ઘટાડો જારી રહ્યો છે. આજે અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયો પોતાની સર્વાધિક નીચી સપાટીએ ખૂલ્યો હતો.

ડોલર સામે રૂપિયો ૭૨.૮૮ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચી ગયો હતો, જોકે ત્યાર બાદ સેન્સેક્સનો સુધારો તુરત ધોવાઇ ગયો હતો અને લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૨.૧૨ પોઇન્ટના ઘટાડા સાથે ૩૭,૪૦૧ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૧૧.૫૫ના ઘટાડા સાથે ૧૧,૨૭૫ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

અલબત્તવિક્રમી નીચી સપાટીએ ખૂલેલા રૂપિયામાં રિકવરી જોવા મળી રહી છે અને ૦.૩૭ પૈસાના નજીવા સુધારા સાથે રૂપિયો ૭૨.૪૮ની સપાટીએ ડોલર સામે ટ્રેડ કરી રહ્યો છે.

આજે કોલ ઇન્ડિયા, વેદાંતા અને ઓએનજીસીના શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. એ જ રીતે ઇન્ફોસિસ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, વિપ્રો, આઇટીસી, એચડીએફસી, હીરો મોટર્સના શેર તેજી સાથે ખૂલ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ, એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, યસ બેન્ક, ભારતી એરટેલ, ટાટા મોટર્સના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સેન્સેક્સ ૫૦૯.૦૪ પોઇન્ટ ગગડીને ૩૭,૪૧૩.૧૩ અને નિફ્ટી ૧૫૦ પોઇન્ટ ગગડીને ૧૧,૨૮૭.૫૦ પર બંધ રહી હતી.

You might also like