Stock Market: સેન્સેક્સ 100 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,500ની નજીક

અમદાવાદ: રૂપિયામાં નબળાઈ અને વૈશ્વિક બજારના નબળા સેન્ટિમેન્ટને લઇને આજે ઘરેલું બજારમાં સેન્સેક્સ શરૂઆતમાં ૧૦૦ પોઈન્ટ તૂટીને ૩૪,૯૧૧ની સપાટી પર આ‍વી ગયો હતો. નિફ્ટી પણ ૩૯ પોઈન્ટ તૂટીને ૧૦,૫૧૩ની સપાટી પર આવી ગઇ હતી.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ અત્યારે ૩૧.૧૩ પોઇન્ટના ઘટાડા સાથે ૩૪,૯૮૦ અને નિફ્ટી ૧૭ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦,૫૩૫ પર ટ્રેડ કરી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં થોડી ખરીદી જોવા મળી રહી છે. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાની તેજી જોવા મળી છે. સ્મોલેકપ ઇન્ડેક્સ પણ ૦.૪ ટકા ઊછળ્યો છે.

પીએસયુ બેન્ક, ફાર્મા, આઇટી અને રિયલ્ટી શેરમાં લેવાલીનો માહોલ છે. બેન્ક નિફ્ટી ૦.૧ ટકા ઘટીને ૨૫,૬૮૦ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. મીડિયા, પ્રાઇવેટ બેન્ક, પાવર અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે. આઇઓસીનો શેર ચાર ટકા તૂટ્યો છે.

એક્સિસ બેન્કના શેરમાં ૧.૮૮ ટકા, સન ફાર્મામાં ૧.૭૨ ટકા, યસ બેન્કમાં ૧.૨૪ ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે આઇઓસી, એચપીસીએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા શેર એક ટકાથી ૪.૨ ટકા સુધી તૂટ્યા છે.

રૂપિયો ૩૬ પૈસા નબળો ખૂલ્યો
રૂપિયામાં છેલ્લા બે દિવસથી જારી તેજી આજે અટકી ગઇ છે. આજે રૂપિયો ૩૬ પૈસા ઘટીને ડોલર સામે ૩૨.૮૦ની સપાટીએ ખૂલ્યો હતો. આ અગાઉ શુક્રવારે રૂપિયો ૧૦૦ પૈસા મજબૂત થઇને ૭૨.૭૪ની સપાટીએ બંધ રહ્યો હતો.

You might also like