Stock Market: શરૂઆતે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું હતું. સેન્સેક્સ ૧૦૫ પોઇન્ટના સુધારે ૩૫,૩૧૩, જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટના સુધારે ૧૦,૭૩૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક, ફાર્મા, રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ઓટો, એફએમસીજી, મેટલમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું.

આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇમાં સાત ટકા, એક્સિસ બેન્કમાં ૧.૭૦ ટકા, જ્યારે યસ બેન્કમાં ૧.૧૪ ટકાનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા, ઇન્ડસ ઇન્ડ બેન્કના શેરમાં ૧.૨૫થી ૧.૭૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી પણ આજે ૦.૬૧ ટકાના સુધારે ૨૬ હજારને પાર ૨૬,૦૦૮ની સપાટીએ મજબૂત ખૂલી હતી. એશિયાઇ બજારમાં જોવાયેલા સુધારાની ચાલના પગલે સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

આઈસીઆઈસીઆઈ બેન્ક શેર સાત ટકા ઊછળ્યો
આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર સાત ટકા ઊછળ્યો હતો. શેર ૩૧૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ગઈ કાલે જાહેર થયેલા પરિણામ બાદ આજે ઘટાડે જોરદાર ખરીદી જોવાતાં આ શેરમાં સાત ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

મંગળવારે શેરબજાર મંગળ
ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના દરેક મંગળવારે શેરબજારમાં પોઝિટિવ ચાલ જ જોવા મળી છે. આજે પણ શરૂઆતે સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના સુધારે ખૂલ્યો હતો. આમ, ચાલુ નાણાકીય વર્ષના ૧ મે મહારાષ્ટ્ર દિનની રજા સિવાયના તમામ પાંચ મંગળવારે બજારમાં સુધારો જોવા મળ્યો હતો.

તારીખ સેન્સેક્સમાં સુધારો
૦૩.૦૪.૨૦૧૮ + ૧૧૫
૧૦.૦૪.૨૦૧૮ + ૯૨
૧૭.૦૪.૨૦૧૮ + ૯૦
૨૪.૦૪.૨૦૧૮ + ૧૬૬
૦૧.૦૫.૨૦૧૮ મહારાષ્ટ્ર-ડે રજા
૦૮.૦૫.૨૦૧૮ + ૧૦૫
આજે શરૂઆતે

You might also like