Categories: Business

રોકાણકારો વેઈટ એન્ડ વોચના મૂડમાં

શેરબજાર ગઇ કાલે ઘટાડે બંધ થયું હતું. નિફ્ટી ૧૯.૬૫ પોઇન્ટના ઘટાડે ૮૬૦૦ની સપાટી તોડી નીચે ૮૫૭૨.૫૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે, જે નેગેટિવ સંકેત સમાન ગણાવી શકાય. સેન્સેક્સ પણ છેલ્લે ૫૩.૬૬ પોઇન્ટના ઘટાડે ૨૭,૭૮૨.૨૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રોકાણકારો વેઇટ એન્ડ વોચના મૂડમાં છે.

દેશભરમાં ચોમાસું સારું છે. આરબીઆઇના નવા ગવર્નર તરીકે ઉર્જિત પટેલના નામની જાહેરાત કરાઇ છે. તેઓ માટે ફુગાવો અંકુશમાં રાખવો મોટી ચેલેન્જ રહી શકે છે તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેને પણ યુએસમાં પોઝિટિવ ઇકોનોમી ડેટાના પગલે વ્યાજના દરમાં વધારો કરવાના સંકેત આપ્યા છે ત્યારે સ્થાનિક લેવલે આ તમામ પરિબળોની અસર જોવાશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સપ્ટેમ્બર સિરીઝને સારી સિરીઝ માનવામાં આવે છે.

બજારના જાણકારોના કહેવા પ્રમાણે નિફ્ટી ૮૫૪૦ સપોર્ટ લેવલ ગણાવી શકાય. આ લેવલ તોડે તો વધુ ઘટાડો જોવાઇ શકે છે, જ્યારે ઉપરમાં ૮૬૫૦ અને ૮૭૦૦ અવરોધ લેવલ ગણાવી શકાય. નિફ્ટી ૮૭૦૦ની સપાટી ક્રોસ કરે તો બજારમાં બુલીશ ટ્રેન્ડ જોવાઇ શકે છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

7 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

7 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

9 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

10 hours ago