Categories: Business

સેન્સેક્સનો વરસાદઃ પ્રથમ વાર ૩૨ હજારને પાર

અમદાવાદ: શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક તથા સ્થાનિક બજારમાં નકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે શેરબજાર નવી ઊંચાઇએ જોવા મળ્યું છે. આજે શરૂઆતે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં બીએસઇ સેન્સેક્સ ૨૧૮ પોઇન્ટના ઉછાળો ૩૨ હજારને પાર ૩૨,૦૨૩ના મથાળે ખૂલ્યો હતો. નિફ્ટી પણ પ્રથમ વાર ૬૪ પોઇન્ટના ઉછાળે ૯,૮૫૦ પોઇન્ટની ઉપર ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૯,૮૮૦ પોઇન્ટની સપાટીએ જોવાઇ હતી. આમ, સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇએ જોવા મળ્યા હતા.

આજે શરૂઆતે બેન્ક શેર સહિત એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્માસ્યુટિકલ, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી નોંધાઇ હતી.  એલ એન્ડ ટી, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, એનટીપીસી કંપનીના શેરમાં એક ટકાથી ૧.૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જોકે ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇઓસી કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ આજે શરૂઆતે ઘટાડે જોરદાર લેવાલી નોંધાઇ હતી. મેરિકો, એચપીસીએલ, બજાજ હોલ્ડિંગ, એબીબી, રુબી મિલ્સ, શિલ્પી કેબલ, ગ્લોબલ ઓફશોર કંપનીના શેરમાં બે ટકાથી સાત ટકાનો ઉછાળો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ખરીદીની સાથે સ્થાનિક ફંડોની પણ એકતરફી લેવાલીના પગલે બજારમાં આગેકૂચ જારી રહી હતી.

બેન્ક શેરમાં જોરદાર લેવાલી
આજે શરૂઆતે બેન્ક શેરમાં જોરદાર લેવાલી નોંધાઈ હતી. એસબીઆઇના શેરમાં ૦.૫૬ ટકાનો શરૂઆતે ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફબરોડા કંપનીના શેરમાં ૦.૬૭થા ૧.૭૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ખાનગી બેન્કના શેર જેવા કે એક્સિસ બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૯૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૧૫૯ પોઇન્ટના ઉછાળે ૨૩,૮૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સરકારની બેન્કોમાં એનપીએ ઘટાડવાની નીતિ તથા આગામી દિવસોમાં ગમે ત્યારે આરબીઆઈ અચાનક વ્યાજદરમાં ઘટાડો કરે તેવી મજબૂત શક્યતાઓ પાછળ બેન્ક શેરમાં આગઝરતી તેજી જોવા મળી છે.

આવતી કાલે ઈન્ફોસિસનું પરિણામ
આવતી કાલે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાનું ઇન્ફોસિસ કંપનીનું પરિણામ આવશે. બજારની નજર આઇટી સેક્ટરની આ કંપનીના પરિણામ પર રહેશે. નોંધનીય છે કે આજે આઇટી સેક્ટરની અગ્રણી ટીસીએસ કંપનીનું પરિણામ છે.

આ શેર ઓલ ટાઈમ હાઈ જોવાયા
એબીસી બેરિંગ્સ ૪૨૯.૦૦
એયુ સ્મોલ ફાઈ. ૬૬.૪૫
બજાજ ફાઈ. ૧૪૬૪.૧૦
દિલીપ બિલ્ડકોન ૫૩૮.૩૦
ગ્રાસીમ ૧૩૦૫.૬૫
ગૃહ ફાઈ. ૫૧૫.૬૦
હુડકો ૯૬.૭૫
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૧૫૮૧.૭૫
ગરવારે વોલ ૯૯૪.૪૦
મેરિકો ૩૩૪.૬૦
નવીન ફ્લોરિન ૩૩૨૦.૦૦
એલએન્ડટી ફાઈ.હોલ્ડિંગ ૧૫૧.૯૦
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

પેટીએમ લાવી રહ્યું છે ‘ફેસ લોગ ઈન’ ફીચર

નવી દિલ્હી: પોતાના પ્લેટફોર્મને વધુ સુર‌િક્ષત બનાવવા માટે ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ 'ફેસ લોગ ઇન' ફીચર લાવવાની તૈયારી કરી રહી…

1 min ago

સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વના ચુકાદાઓ પર નજર, આધારકાર્ડના ફરજિયાતને લઇને આવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં આજરોજ ઘણા મહત્વના ચુકાદાઓ આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મહત્વનો આધાર કાર્ડ ફરજિયાતને લઇને સુપ્રીમ કોર્ટ પોતાનો…

37 mins ago

રાજ્યમાં ગરમીમાં વધારા સાથે વરસાદની આગાહી, 34 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીને લઇને ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત…

38 mins ago

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

10 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

11 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

12 hours ago