Stock Market: સેન્સેક્સમાં 150-નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આ સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં બીજા દિવસે પણ શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ ૧૨૫.૩૨ પોઇન્ટના ઉછાળા સાથે ૩૫,૦૭૬.૨૪ની સપાટી પર ખૂલ્યો હતો અને નિફ્ટી ૫૦.૧ પોઇન્ટની તેજી સાથે ૧૦,૫૨૪ પર ખૂલી હતી.

ત્યાર બાદ થોડી જ વારમાં સેન્સેક્સ ૨૦૦ પોઇન્ટથી વધુ મજબૂત થઇને ૩૫,૧૫૦ને પાર નીકળી ગયો હતો અને નિફ્ટી ૭૦ પોઇન્ટ મજબૂત થઇને ૧૦,૬૦૦ની આસપાસ ટ્રેડ કરી રહી હતી. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૧૬૯.૫૨ પોઇન્ટના ઉછાળા સાથે ૩૫,૧૨૦ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૫૦.૧૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૫૭૪ પર ટ્રેડ કરી રહી છે.

જોકે પીએસયુ બેન્કો પર દબાણ જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ, ટીસીએસમાં સારી તેજી દેખાઇ રહી છે. એસબીઆઇ, એમએન્ડએમ અને એચડીએફસીમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાટા મોટર્સમાં ત્રણ ટકાનો ઉછાળો જોવાયો છે.

બેન્ક નિફ્ટી ૦.૩ ટકાના વધારા સાથે ૨૫,૮૧૩ પર ટ્રેડ કરી રહી છે. ટોપ ગેનર્સમાં ટાટા મોટર્સ ઉપરાંત યસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ગેલ જેવા શેરનો સમાવેશ થાય છે, જ્યારે સિપ્લા, એસબીઆઇ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૦.૮થી ૫ ટકા સુધી તૂટ્યા છે.

રૂપિયામાં ૧૭ પૈસાની રિકવરી
આજે રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી છે. શરૂઆતે ૧૭ પૈસા મજબૂત થઇને રૂપિયો ડોલર સામે ૭૨.૯૫ની સપાટીએ હતો. સોમવારે રૂપિયો ૬૯ પૈસા ઘટીને ૭૩.૧૨ની સપાટીએ બંધ રહ્યો હતો, જોકે અત્યારે રૂપિયો ૦.૦૬ પૈસા ઘટીને ૭૩.૦૭ પર ટ્રેડ કરી રહ્યો છે.

You might also like