Stock Marketમાં ટ્રેડવોરનો ઓછાયોઃ સેન્સેક્સ 120 પોઈન્ટ ડાઉન

અમદાવાદ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના પગલે વધતા ટેન્શનની અસરથી દુનિયાભરના શેરબજારમાં તેની અસર જોવા મળી છે. આજે શરૂઆતે ભારતીય શેરબજાર પણ નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૬૬ પોઇન્ટના ઘટાડે ૩૫,૩૮૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૭૪૪ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૮૦ પોઇન્ટ તૂટી હતી.

આજે શરૂઆતે ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીપીસીએલ કંપનીનાે શેર ૩.૨૫ ટકા તૂટ્યો હતો. એચપીસીએલનો શેર બે ટકા ડાઉન થયો હતો. ઇન્ફોસિસ, વેદાંતા અને એનપીટીસીના શેરમાં એકથી ૧.૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સના શેરમાં ૧.૭૩ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ પણ મજબૂત ખૂલ્યા હતા. આ શેરમાં અનુક્રમે ૧.૨૧ ટકા અને ૦.૮૪ ટકાનો સુધારો જોવાયો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના ટેન્શનના પગલે વિશ્વભરના બજારમાં તેની અસર જોવાઇ છે. ખાસ તો મેટલ સેક્ટરના શેરમાં ઝડપથી મોટા ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે.

મેટલ શેર સળંગ બીજા દિવસે તૂટ્યા
વેદાન્તા ૧.૮૫ ટકા
જિંદાલ સ્ટીલ ૧.૦૭ ટકા
હિંદાલ્કો ૧.૩૦ ટકા
કોલ ઇન્ડિયા ૧.૦૦ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૭૧ ટકા
નેશનલ એલ્યુ. ૦.૭૩ ટકા

You might also like