Stock Market: સેન્સેક્સ 250 પોઈન્ટ અપઃ નિફ્ટી 10,600 પર

અમદાવાદ: આજે રૂપિયામાં રિકવરી અને મિક્સ્ડ ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે ઘરેલું શેરબજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સમાં હાલ ૨૫૦ પોઇન્ટ કરતા વધુ ઉછાળો જોવા મળ્યો છે અને નિફ્ટી પણ ૬૩ પોઇન્ટ જેટલી મજબૂત છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૬૧.૪૩ પોઇન્ટના ઉછાળા સાથે ૩૫,૫૨૧ પર અને નિફ્ટી ૬૫.૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૬૮૨ પર ટ્રેડ કરી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૦.૩ ટકાના ઉછાળા સાથે ૨૬,૨૩૩ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. ફાર્મા, ઓટો, એફએમસીજી, આઇટી, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડ્સ શેરમાં લેવાલીનો માહોલ છે. ઓઇલ એન્ડ ગેસ અને મેટલ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

યસ બેન્કના શેરમાં ઘટાડો જારી છે અને આજે ૭.૫ ટકાની આસપાસ તૂટ્યો છે. ઓએનજીસી અને આઇઓસીના શેરમાં પણ ૨.૫ ટકાનો ઘટાડો જોવા મળે છે. એચસીએલ ટેક, ભારતી ઇન્ફ્રાટેલ, સન ફાર્મા, ગ્રાસિમ, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ જેવા શેરમાં એક ટકાથી લઇને ૨.૨ ટકા સુધીનો ઉછાળો જોવા મળે છે.

ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલ જેવા દિગ્ગજ શેરમાં ૦.૬ ટકાથી પાંચ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે રૂપિયો પણ ૭૨ની સપાટીથી નીચે ખૂલ્યો હતો. ડોલર સામે ૭૧.૯૯ની સપાટીએ ખૂલ્યા બાદ રૂપિયો અત્યારે ૭૧.૮૯ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. આ અગાઉ ગુરુવારે રૂપિયો ૭૧.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો, જે બે મહિનાની સર્વોચ્ચ સપાટી હતી.

You might also like