Categories: Gujarat

વાડજની ૧૮મી સદીની અૈતિહાસિક વાવ ઝાડી-ઝાંખરાંમાં ખોવાઈ ગઈ!

અમદાવાદ: અમદાવાદમાં જો વાવની વાત કરીએ તો અમદાવાદથી થોડે દૂર આવેલ અડાલજની વાવની યાદ આવે પરંતુ બહુ ઓછા લોકો વાડજ વાવથી પરિચિત હશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં ‘વાડજની વાવ’ ભલે બે વર્ષ પહેલાં જ રિનોવેટ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વાડજ વિસ્તારમાં રહેતા લોકોને ખબર નથી કે અહિ કોઇ પૌરાણિક વાવ આવેલી છે.

ઝાડી-ઝાંખરાંની વચ્ચે વાવ ઢંકાઇ ગઇ છે. વાવની ફરતે 15 ફૂટ ઊંચી દીવાલ આવેલી છે. જેથી રોડ પરથી પસાર થતા લોકો પણ વાવથી અજાણ છે. ઉલ્લેખનીય છેકે કોર્પોરેશન દ્વારા આ વાવ અને તેની આસપાસની યોગ્ય માવજત કરવામાં આવે તો પર્યટકનું નવું સ્થળ બની શકે તેમ છે.
શહેરના વાડજ વિસ્તારમાં આવેલી મહેસાણા સોસાયટી પાસે 18મી સદીની મરાઠા યુગની અૈતિહાસિક વાવ આવેલી છે. આ વાવને વાડજની વાવ તરીકે ઓળખવામાં આવે છે.

આ વાવ કોણે બનાવી ક્યારે બનાવી તેનો કોઇ ઇતિહાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી તેમ છતાંય આ વાવને પૌરાણિક વાવનો દરજ્જો આપવામાં આવ્યો છે. બે વર્ષ પહેલાં આ વાવને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગે રીનોવોટ કરાવી હતી અને પૌરાણિક વાવ હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.

વાડજ વિસ્તારમાં રહેતા રહીશોને પણ મહેસાણા સોસાયટીની પાસે પૌરાણિક વાવ આવી હોવાની જાણકારી નથી ત્યારે બીજી તરફ કોઇપણ ટૂરિસ્ટ કે પછી અમદાવાદીઓને વાવની મુલાકાત લેવી હોય તો પણ શક્ય નથી. બે વર્ષ પહેલાં વાવને રીનોવેટ કરાયા પછી કોર્પોરેશનની ટીમ એક પણ વખત ડોકિયું કરવા માટે પણ નથી ગઇ. હાલ આ વાવની આસપાસ 5 થી 6 ફુટ જેટલી કાંટાળી ઝાડીઓ ઊગી ગઇ છે. ત્યારે વાવનો મુખ્ય દરવાજો પણ ઘણાં વર્ષોથી બંધ છે. મુખ્ય દરવાજા પાસે સ્થાનિકો પેશાબ કરવા માટે આવે છે ત્યારે દારૂડિયાઓ દેશી દારૂ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેંકી દે છે. વાવનો મુખ્ય દરવાજો કચરાપેટીનો ઉકરડો થઇ ગયો છે.

હેરિટેજ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પી.કે.નાયરે જણાવ્યું છે કે વાવ કેટલી જૂની છે તેનો કોઇ ઇતિહાસ અમારી પાસે નથી પરંતુ તેને પૌરાણિક વાવ ગણવામાં આવે છે. બે વર્ષ પહેલાં તેનું રીસ્ટોરેશન કરાવાયું હતું. અત્યારે તેની આસપાસ ઊગેલી ઝાડીઓને હટાવી દેવામાં આવશે ત્યારે મુખ્ય દરવાજા પાસે સાફ સફાઇ કરીને તેને ખોલી દેવામાં આવશે ત્યારે રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરપર્સન બીજલ પટેલે જણાવ્યું છે કે કોર્પોરેશને વાવને પૌરાણિક વાવ તરીકેનો દરજ્જો આપ્યો છે પરંતુ તેની સારસંભાળ લેવાતી નથી. હાલ વાવની આસપાસ ઊગેલાં ઝાડી ઝાંખરાં હટાવી દેવામાં આવશે ત્યારે મુખ્ય દરવાજાને લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. વાવની જાણકારી લોકોમાં થાય તે માટે બોર્ડ પણ લગાવી દેવામાં આવશે અને આસપાસનાં દબાણ પણ દૂર કરાશે.

મરાઠા કાળની વાવ હોવાનું મનાય છે
આ વાવ કોણે બંધાવી હતી તેની હાલ કોઈ વિગત પ્રાપ્ત નથી. આ વાવના દ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુ પર સંસ્કૃત ભાષામાં શિલાલેખ જોવા મળે છે જે શિલાલેખમાં કેટલાક સંસ્કૃતના શબ્દોનું લખાણ ઉકેલાતું નથી. આ વાવ ત્રણ માળ જેટલી ઊંડી છે. જેમાં બહારથી જોતાં એક માળ દેખાય છે જ્યારે બે માળ ભૂગર્ભમાં છે. આ વાવ મરાઠા કાળની હોવાનું મનાય છે 1991માં કાલુપુર ખજૂરીની પોળના શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનાઈ અને શેઠ ભોગીલાલ નગીનદાસ ચિનાઈ દ્વારા આ વાવનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. મરાઠા યુગમાં બંધાયેલી આ વાવ ઇંટ પથ્થરોથી કરવામાં આવ્યું છે. ત્રણ માળની વાવમાં દરેક માળે નાના દીવા મૂકવાના ગોખલા પણ બનાવવામાં આવ્યા છે.

પાંચકૂવા બહાર બંધાયેલો ફુવારો 108 વર્ષ પછી વાવ પાસે મૂકાયો
આ વાવની બહાર હાલ એક ફુવારો જોવા મળે છે. જે ફુવારો ભૂતકાળમાં અમદાવાદનાં વિવિધ સ્થળો પર ખસેડવામાં આવ્યો હતો. આ ફુવારો સૌ પ્રથમ અમદાવાદ પાંચકૂવા દરવાજા કાપડના વેપારીના મહાજન તરફથી બંધાવવામાં આવ્યો હતો. જેને સાર્વજનિક ઉપયોગ માટે વર્ષ ૧૯૦૬માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ફુવારાને પાંચકૂવા દરવાજા બહારથી ઈ.સ. ૧૯૫૫માં ખસેડી કાંકરિયા ગાર્ડનમાં બેસાડવામાં આવ્યો હતો અને છેલ્લે ૨૦૧૪માં ત્યાંથી ખસેડીને આ ફુવારાની જરૂરી મરામત કરીને વાડજની આ વાવ પાસે મૂકવામાં આવ્યો હતો. 110 વર્ષ જૂનો આ ફુવારો આજે બંધ છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago