સુરેન્દ્રનગરઃ ગુમ થયેલા 6 વર્ષીય માસૂમ સાવકી માતાએ જ કરી હત્યા, ઘરમાં જ હતી લાશ

સુરેન્દ્રનગરમાં 6 વર્ષના માસૂમ ભદ્રના ગુમ થવાની ઘટનાનો હવે પર્દાફાશ થયો છે. ભદ્રના ગુમ થયા બાદ હવે તેની હત્યા થઈ હોવાનું માલૂમ પડ્યું છે. માસૂમ ભદ્રની હત્યા તેની સાવકી માતાએ જ કરી હોવાનો ખુલાસો થયો છે.

ભદ્રના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, ત્યારે પોલીસની તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે. પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી તો ઘરમાં જ પડી રહેલી એક સૂટકેસમાંથી ભદ્રનો મૃતદેહ મળ્યો હતો.

ભદ્રની સાવકી માતાએ જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેની લાશને સૂટકેસમાં મૂકી દીધી હતી. સાવકી માતાએ જ બાળકનો જીવ લીધો હોવાની જાણ થતાં આસપાસના બધા લોકો આશ્ચર્યંમાં મૂકાઈ ગયા હતા અને ઘરના લોકો તો ડઘાઈ જ ગયા હતા.

જો કે કયા કારણોસર ભદ્રની સાવકી માતાએ આ પગલું ભર્યુ તે રહસ્ય હજુ અકબંધ છે. પણ તેને ભદ્ર પોતાનો બાળક ન હોવાથી તેના પર ગુસ્સો રહેતો હતો, તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસે તપાસ બાદ આરોપી માતાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી સાંજ સુધી ભદ્રની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

You might also like