રામોલ, ઈસનપુર-વસ્ત્રાપુરમાં તસ્કરોએ મચાવેલો તરખાટ

અમદાવાદ: રામોલ, ઈસનપુર અને વસ્ત્રાપુરમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ. ચાર લાખની કિંમતની માલમતાની ચોરી કરતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે રામોલમાં નિરાંત ચાર રસ્તા પાસે અાવેલ મોતીબા હાઈસ્કૂલના દરવાજાનાં તાળાં તોડી તસ્કરોએ કમ્પ્યૂટર, એલસીડી, મોબાઈલ મળી રૂ. ૬૫ હજારની મતાની ચોરી કરી હતી. જ્યારે ઈસનપુરમાં કેનાલ રોડ ઉપર અાવેલ રાજેશ્વરી સોસાયટીના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી સોના-ચાંદીનાં ઘરેણા અને રોકડ રકમ મળી રૂ. ૧ લાખ ૬૧ હજારની માલમતાની ચોરી કરી હતી.

અા ઉપરાંત વસ્ત્રાપુરના રિલાયન્સ ફ્ેશ સામે અાવેલ વ્રજ ટાવરના બે મકાનોમાં તસ્કરોએ ત્રાટકી રૂ. ૧ લાખ ૬૦ હજારની અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like