Categories: Gujarat

સરકારી કર્મીઅો હવે નાગરિકોને ધક્કા ખવડાવી નહીં શકે

અમદાવાદ: ૧ એપ્રિલથી રાજ્યની પ્રજાને ગુજરાત સરકારના તમામ વિભાગોમાં અપાતી સેવા બાબતે કોઇ પણ પ્રકારની ફરિયાદ અન્વયે જવાબ આપવામાં કોઇ પણ અધિકારી વિલંબ કરશે તો દંડાશે. પબ્લિક સર્વિસ એકટ અન્વયે જો સિટીઝન ચાર્ટર કાયદો અમલી બનતાં હવે પ્રજા હિતમાં ઝડપભેર કામ થતાં હોવાની બાંગો મારતા અધિકારીઓએ નિયત સમયમર્યાદામાં ફરિયાદીની ફરિયાદનો નિકાલ કરવો પડશે, એટલું જ નહીં ફરિયાદની પાકી પહોંચ પણ આપવી પડશે, એટલું જ નહીં અરજીનાે કેટલા સમયમાં જવાબ નિકાલ લાવવામાં આવશે તે પણ દર્શાવવું ફરજિયાત બનશે.
ગુજરાત વિધાનસભામાં આ બિલ તા.૧ એપ્રિલ, ર૦૧૩એ પસાર થયું હતું.

જેને રાજ્યપાલે તે જ મહિને મંજૂરી આપી દીધી હતી. જોકે તેના નિયમો બનાવતાં સરકારને બે વર્ષ જેટલો સમય લાગ્યો છે. શિક્ષણના અધિકાર અને માહિતીના અધિકારની જેમ આ એકટ હેઠળ જો કોઇ સરકારી અધિકારી નાગરિક સેવા આપવાની સમયમર્યાદા ચૂકી જાય તો તેણે દંડ ભરવો પડશે અને માેડી સેવા બદલ એટલે કે સેવામાં વિલંબ બદલ નાગરિકને વળતર પણ મળશે. આ એકટ હેઠળ રાજ્યના લોકોને નિયત સમયમર્યાદામાં જુદી જુુદી નાગરિક સેવાઓ પ્રાપ્ત થશે, તેમાં પંચાયત, નાગરિક પુરવઠો, ગૃહ, પોલીસ, નાણાં, વાહનવ્યવહાર, મહેસૂલ, શહેરી વિકાસ, ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ વિભાગની કચેરીઓમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ કચેરીઓમાં આવતા દરેક લોકોને પોતાના કયા અધિકારો છે? સરકારી તંત્ર તેની અરજી અને રજૂઆતોનો કેટલા સમયમાં નિકાલ કરશે અથવા અરજી સ્વીકારી નથી તો તેનું કારણ અને વિગતો આપવા બંધાયેલ રહેશે. નવા એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ સહિત જાહેર સેવા બાબતે ચોક્કસ સમયમાં માહિતી આપવી ફરજિયાત બનશે.

સરકારી કામકાજ કે નાગરિકની ફરિયાદ અંગેની અરજી મળ્યાની પાકી પહોંચ સાથે જવાબ નિકાલની તારીખ પણ દર્શાવવી પડશે. જો કોઇ અધિકારી સમયસર નિકાલ કે પ્રક્રિયામાં નિષ્ફળ રહેશે તો તેને રૂ.૧,૦૦૦ સુધી દંડ થશે પણ અધિકારી ઇરાદાપૂર્વક સેવા પૂરી ન પાડે તો રૂ.રપ,૦૦૦ સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. દરેક સરકારી કચેરીમાં ફરિયાદ નિવારણ કડી હશે, જે રાજ્યકક્ષાની અપીલ ટ્રિબ્યુનલ સુધી જશે. સરકારે દરેક વિભાગમાં જે તે સેવા આપે છે તે કેટલા સમયમાં આવશે તે નિશ્ચિત કરતું માર્ગદર્શક બોર્ડ ફરજિયાત મૂકવું પડશે અને અરજી નિકાલમાં સમય અને જે તે અધિકારીની જવાબદારી નિશ્ચિત થશે.

divyesh

Recent Posts

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

24 mins ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

1 hour ago

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગરઃ નોર્થ કશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર સેના, એસઓજી…

2 hours ago

‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ દર્દીઓ લાભાન્વિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કર્યાના ર૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેએવાય) મોદીકેર…

2 hours ago

GST પ્રેક્ટિશનરે NACIN પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે

અમદાવાદ: જીએસટીના પ્રેક્ટિશનર તરીકે કામ કરવા માટે હવે પ્રેક્ટિશનરે NACIN (નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ એન્ડ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ) પરીક્ષા…

2 hours ago

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

3 hours ago