SBI નવા વર્ષમાં પોતાના કર્મચારીઓને આપશે આ Gift

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નવા વર્ષ પર પોતાના કર્મચારીઓને ઘણી સુવિધાઓ આપવા જઇ રહી છે. બેન્ક પોતાના કર્મચારીઓને શોક મનાવા માટે એક અઠવાડીયાની પેડ લીવ આપશે. જો કર્મચારીના પરિવારમાંથી કોઇનું પણ મૃત્યુ થાય છે તો એક અઠવાડીયા સુધીની પેડ લીવ લઇ શકે છે. તે સિવાય મેડિક્લેમ કવરને પણ 75 ટકાથી વધારેને 100 ટકા સુધી કરવામાં આવી રહ્યો છે.

નવા વર્ષમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના કર્મચારીઓને ઘણા પ્રકારની નવી સુવિધા આપવા જઇ રહ્યું છે. બેન્ક કર્મચારીઓને શોક મનાવા માટે એક અઠવાડીયા માટેની પેડ લીવ (Bereavement Leave) આપશે. પેડ લીવ ત્યારે આપવામાં આવશે જ્યારે કોઇપણ કર્મચારીના પરિવારના સભ્યનું મૃત્યુ થશે. એસબીઆઇ પોતાના કર્મચારીઓને એક અઠવાડીયાની આપશે. કર્મચારીના પરિવારમાં પતિ-પત્ની, બાળકો, મા-બાપ, સાસ-સસૂર આવશે. આ રજા બેન્કના સ્થાયી તેમજ અસ્થાયી કર્મચારીઓ માટે રહેશે.

તે સિવાય 20 હજાર રૂપિયા સુધીની પ્રતિમાસ પેન્શન લઇ રહેલા નિવૃત્ત કર્મચારીઓને બેન્ક મેડિકલેમ પ્રિમિયમમાં 75 ટકા સબિસીડી આપશે. જ્યારે 20 હજારથી 30 હજાર સુધીના પેન્શનદારો માટે 60 ટકા સબસિડી મળશે. તે સિવાય વર્તમાન કર્મચારીના પરિવારને મળનારા મેડિકલેમનો કવર 75 ટકાથી વધારી 100 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના કર્મચારીઓને શોક માટે રજા આપતી હોય છે.

You might also like