SBI એ paytm સહિત દરેક ઇ-વોલેટ કર્યા બ્લોક

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ, મોબિ ક્વિક, એરટેલ મની સહિત દરેક ઇ-વોલેટ્સને બ્લોક કરી દીધા છે. હવે એસબીઆઇની નેટ બેકિંગથી આ વોલેટ્સમાં રકમ ટ્રાન્સફર કરી શકાશે નહીં. બેંકના આ નિર્ણયને લઇને આરબીઆઇને તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતામાં સુરક્ષા અને ધંધાના હિતનો સંદર્ભ કહેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરબીઆઇએ ઇ-વોલેટસને બ્લોક કરવા પર બેંક પાસે જવાબ માંગ્યો હતો.

પેટીએમને બ્લોક કરવા પર એસબીઆઇએ કહ્યું હતું કે સુરક્ષાના ઉલ્લંઘનના કારણે આવું થયું છે. બેંકના પ્રમાણે કેટલાક ગ્રાહકો ફિશિંગને શિકાર બન્યા હતાં, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકે કહ્યું કે પેટીએમ પર આ રોક અસ્થાયી છે અને સુરક્ષા ધોરણોની સમીક્ષા બાદ આ રોકને હટાવવા પર વિચાર કરવામાં આવશે.

રિપોર્ટ્સ પ્રમાણે પેટીએમના પ્લેટફોર્મ પર સુરક્ષા ઉલ્લંઘન થઇ હોવાની પણ બાબત સામે આવી છે. આ ઉપરાંત આ ઇ-વોલેટ્સને બ્લોક કરવાનું કારણ હરિફાઇ પણ છે. બેંક પોતે પોતાની એપ્લીકેશન ‘SBI Buddy’ ને પ્રમોટ કરવા ઇચ્છે છે. એસબીઆઇએ પોતાના ગ્રાહકોને ઇ-વોલેટ્સ પર ટ્રાન્સફર કરવા ઇચ્છતું નથી, આ માહિતી પર હાલમાં પેટીએમ અને એરટેલ મની તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

You might also like