Really! પ્રતિબંધિત ડેવિડ વોર્નર નવરાશની પળોમાં બન્યો મજૂર

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ સમયનો ઉપયોગ ૩૧ વર્ષીય ડેવિડ વોર્નર સિડનીના પૂર્વ સમુદ્ર કિનારે ૧૦ મિલિયન ડોલરનું પોતાનું ઘર બનાવવામાં કરી રહ્યો છે. વોર્નર અહીં પાંચ માળના ઘરના નિર્માણમાં એક મજૂર તરીકે કામ કરી રહ્યો છે.

 

વોર્નર અને તેની પત્ની કેન્ડિસે વર્ષ ૨૦૧૫માં ચાર મિલિયન ડોલરમાં આ પ્લોટ ખરીદ્યો હતો. વોર્નર દંપતીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ડેવિડની પોતાના ઘરમાં કામ કરી રહેલી તસવીરો પોસ્ટ કરી છે.

You might also like