ભારતીય ક્રિકેટરની WIFEને ડિનર ડેટ માટે પૂછ્યું, જવાબમાં મળી હા, પરંતુ….

IPLની હોસ્ટ અને ફેમસ સ્પોર્ટસ એન્કર મયંતી લેંગર ગેમની જાણકારીની સાથે-સાથે પોતાની સુંદરતાને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. IPLમાં હોસ્ટિંગ કરવાની સાથે-સાથે મયંતી લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહેલા ઇન્ડિયન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની પણ છે.

8 એપ્રિલે ઈન્ટરનેટના માધ્યમથી એક યૂઝરે ટ્વિટર પર મયંતી લેંગરને ડિનર ડેટ પર જવા માટે પૂછ્યું હતું. જે પછી મયંતીએ આપેલા જવાબથી દરેક લોકો ચોંકી ગયા હતા.. ફહાદ નામના યુઝરે મયંતી માટે લખ્યું કે, ”જ્યારે હું તમને જોઉં છું તો મને IPL જોવી ગમતી નથી. તમે એકદમ પરફેક્ટ છો, ક્લાસ અને પર્સનાલિટીનું જબરજસ્ત કોમ્બિનેશન છો. કાશ હું એટલો લાયક હોત કે તમને ડિનર ડેટ પર લઇ જઇ શકું, હું જણાવી શકતો નથી કે તમે કેટલા સુંદર છો?”

 

જે પછી ફરાહ મયંતીના જવાબની રાહ જોઇ રહ્યાં હતાં. આખરે મયંતીએ ફરાહને જવાબ આપતા કહ્યુ કે, ”આ માટે આભાર. મારા પતિ સાથે મને તમારી સાથે આવવામાં વધારે ખુશી થશે.” મયંતીનો આ રિપ્લાઇ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જ્યાં લોકોએ ફરાહની મજાક ઉડાવી રહ્યા છે, એન્કરના હાજરજવાબીના લોકો વખાણ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન મયંતી બાળપણથી ફૂટબોલ રમતી હતી. તેમણે શરૂઆત ડિફેન્ડર તરીકે કરી હતી. ટૂંક સમયમાં જ તે બેસ્ટ મિડ-ફીલ્ડર બનીને ઉભરી હતી. દિલ્હીના હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન દરમ્યાન તેણે પોતાને ફૂટબોલ સાથે સંકળાયેલા રહેવા માટે સ્પોર્ટસ એન્કરિંગ શરૂ કર્યુ હતું. ત્યારે બીજી તરફ લાંબા સમયથી ટીમથી બહાર રહેલા ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. સ્ટુઅર્ટ બિન્ની છેલ્લે 2015માં સાઉથ આફ્રિકા સામે છેલ્લી વન-ડેમાં તેઓ રમ્યા હતાં.

You might also like