Categories: Ajab Gajab

VIRAL VIDEO : દર્દથી રડતી રહી 13 વર્ષની ચિયરલીડર તેમ છતાં કરાઈ પ્રેકટિસ..

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો એક બાળકીના પગ ખેંચતા જોવા મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ તે બાળકી દુ:ખવાને કારણે બૂમો પાડતી જોવા મળી રહી છે. આ મામલો કોલોરાડોના ડેનવરની એક સ્થાનિક શાળાનો છે. સમાચાર અનુસાર, આ બાળકી ચીયરલિડર બનાવવા માટેની કોચિંગ લઇ રહી છે તે સમયે તેના કોચ અને સાથીઓ મળીને તેણે પકડી લે છે અને જબરદસ્તી તેને સ્પલિટ કરાવવાની પ્રયત્ન કરી રહ્યા છે. પીડિતાની મા દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં કરી છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ માટે લાગી ગઇ છે. પીડિત બાળકીની ઓળખ 13 વર્ષીય એલ્લી વેકફીલ્ડના રૂપે થઇ છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કઇ રીતે એલ્લીને તે સાથીઓએ જમીન પર જકડીને બેસાડી રાખી છે. તેના સાથી અને કોચ સાથે મળીને તેના પગ ખેંચીને જબરદસ્તી તેને સ્પલિટ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. એલ્લીથી સ્પલિટ થઇ નથી રહ્યું અને પગ ખેંચાવવાનો કારણે તેણે ખૂબ જ દુ:ખાવો થઇ રહ્યો છે. જેના કારણે તે મોટેમોટેથી બૂમો પાડી રહી છે. વીડિયોમાં સાંભળાઇ રહ્યું છે કે નહીં, ના, હું નથી કરી શકું, કૃપા કરીને ના કરો. આ વીડિયો એનબીસી દ્વારા પ્રમાણિત ક્યુએસએ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં દેખાય છે કે કે 8 લોકો સાથે મળીને એલ્લીથી જબરદસ્તી સ્પલિટ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

આ મામલામાં 15 જૂનના રોજ એલ્લીની માતાએ શાળાના એથલેટિક ડિરેક્ટરને એક ઇ-મેલ લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ છે કે જબરદસ્તીથી સ્પલિટ કરાવવાને કારણે તેની દિકરીના પગમાં ગંભીર ઇજાઓ થઇ છે. ટોમે બુધવારે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યાં સુધી શાળા ઉચ્ચ અધિકારીઓ અને ચીયરલિડરના કોચને રજા પર મોકલવામાં આવ્યો છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago