Categories: Gujarat

સ્પાઈસ જેટને ગ્રહણઃ બીજા દિવસેય ત્રણ ફ્લાઈટ લેટ

અમદાવાદ ઃ અમદાવાદથી ચેન્નઈ અને દિલ્હી જતી તેમજ મસ્કતથી અાવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ સતત બીજા દિવસે પણ એકથી ત્રણ કલાક મોડ‍ી પડી હતી, જેના કારણે પેસેન્જરોને ભારે પરેશાની વેઠવી પડી હતી. ગઈ કાલે પણ સ્પાઈસ જેટની ત્રણ જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડવાના કારણે સેંકડો પેસેન્જરો હેરાન-પરેશાન થયા હતા.

અાજે અમદાવાદથી ચેન્નઈ જતી એસજી-501 નંબરની ફ્લાઈટ ત્રણ કલાક મોડી ઉપડી હતી, જેના કારણે પેસેન્જરોમાં નારાજગી પ્રસરી જવા પામી હતી. જ્યારે દિલ્હી જતી એસજી-194 નંબરની ફ્લાઈટ પણ દોઢ કલાક કરતાં વધુ સમય મોડી ઉપડી હતી, જેના લીધે બંને ફ્લાઈટના મુસાફરોએ સ્પાઈસ જેટના તંત્રવાહકોને રજૂઅાત કરી હતી, પરંતુ સ્પાઈસ જેટના તંત્રવાહકો દ્વારા ટેકનિકલ કારણસર મોડી પડી હોવાનું જણાવવામાં અાવ્યું હતું.  જ્યારે મસ્કતથી અમદાવાદ અાવતી સ્પાઈસ જેટની એસની-62 નંબરની ફ્લાઈટ પણ સવા બે કલાક મોડી અાવી હતી, જેના કારણે પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

divyesh

Recent Posts

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

6 mins ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

40 mins ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

55 mins ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

1 hour ago

પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ…

2 hours ago

વિનય શાહની અન્ય ઓડિયો ક્લિપ વાઇરલ, “90 લાખ રૂપિયા જે.કે. ભટ્ટને આપ્યાં છે, એને નહીં છોડું”

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની લાલચ આપીને 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂતની વધુ એક ઓડિયો ક્લિપ…

2 hours ago