Categories: Health & Fitness

હવે બજારમાં અાવી ગઈ છે મરી-મસાલાથી ભરપૂર ચોકલેટ

મુંબઈ: જો તમે મીઠી ચોકલેટ ખાઈને ધરાઈ ગયા હો તો મસાલેદાર ચોકલેટ વિશે એકવાર વિચારો. હવે માર્કેટમાં અાવી મસાલેદાર ચોકલેટ મળવાની શરૂઅાત થઈ ગઈ છે. તેમાં મરી પાઉડર, ઈલાયચી અને તજનો સ્વાદ હશે. ભારતીય મસાલા બોર્ડના અધ્યક્ષ ડો. એ.જયતિલકે જણાવ્યું કે અાજ કાલ લોકો જાતજાતના મસાલાવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેમ કે મસાલાવાળી ચોકલેટ, મસાલાવાળી ચા અને કોસ્મેટિક્સમાં પણ હવે ભારતીય મસાલાનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્રીમ, શેમ્પૂ અને ફેસવોશ પણ મસાલાવાળાં મળી રહ્યાં છે.

મસાલા બોર્ડે અા માટે ‘ફ્લેવર’ નામની એક પહેલ કરી છે જેમાં ખાણી-પીણીના શોખીનો માટે મસાલેદાર ચોકલેટ અને સૌંદર્ય પ્રત્યે સજાગ રહેનાર લોકો માટે મસાલાવાળા કોસ્મેટિક્સની રેન્જ રજૂ કરાઈ છે. અા ચોકલેટને ઈલાયચી, મરચું, જીરા, તજ, લવિંગ અને જાયફળના છ સ્વાદમાં રજૂ કરાશે.

જયતિલકે જણાવ્યું કે મરચાંના સ્વાદવાળી ચોકલેટને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. વિદેશમાં પણ અા ચોકલેટ રજૂ કરાઈ છે અને ત્યાં પણ લોકોને તે પસંદ પડી છે. સૌંદર્ય પ્રસાધનોમાં તુલસી, હળદર અને કેસર ઘણા સમયથી વપરાય છે. હવે મસાલા ક્રીમ, લવિંગ, ઈલાયચી, કાળું મરચું, તજ, કોફીનાં લીલાં બી અને વેનિલાની સાથે સાબુ અને ફેસવોશ તૈયાર કરાયા છે. પ્રયોગ હજુ ચાલુ છે. હળદરની ડાઈવાળા કૂરતાંઓ અને ચાદરો તેમજ અન્ય કપડાંઓ માટે પણ પરીક્ષણ થઈ રહ્યું છે.

જયતિલકે કહ્યું કે એ જાણીને નવાઈ લાગશે કે અાપણી રોજિંદી ખાણી-પીણીમાં મસાલાનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેનાર લોકોની સંખ્યા વધી રહી છે અને હવે અા લોકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ પણ બનાવી રહ્યા છે. વિશ્વ મસાલા વેપારમાં ભારતે પગ પેસારો કરી લીધો છે. ૨૦૧૬-૧૭માં મસાલાની નિકાસ ત્રણ અબજ ડોલર સુધી પહોંચી જશે.

જયતિલકનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મસાલા ઉત્પાદનોની માગ વધી છે. મસાલાવાળા તેલ, ઓલિયો રેજિન, મસાલા ચા, મસાલા ચોકલેટ, મસાલાવાળા કોસ્મેટિક્સ જેવા મસાલા ક્રીમ, મસાલા શેમ્પૂ અને મસાલા ફેસવોશ ભારતીય લોકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. મસાલા અને જડીબુટ્ટીઓની માગ વધવા પાછળનું કારણ ધરાવતા તેઓ કહે છે કે ખાદ્ય સામગ્રીમાં સ્વાદ માટે અને ફળો તેમજ શાકભાજીની તુલનામાં તેમાં બીમારીઓ સામે લડનાર તેમાં એન્ટિઓક્સિડન્ટના ગુણ વધુ છે.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago