લેબેનાેનમાં મહિલાઓ માટે બનાવાયો સ્પેશિયલ બીચઃ પુરુષોના પ્રવેશ પર દંડ

બૈરુત: લેબનાેને પોતાના દેશની મહિલાઓ માટે જીયેહ શહેરમાં એવો બીચ તૈયાર કર્યો છે કે જ્યાં માત્ર મહિલાઓને જ જવાની પરવાનગી છે. આ બીચ પર મહિલાઓએ હિજાબ પહેરવાની જરૂર નથી અને કોઇ પણ પ્રકારના ધાર્મિક રિવાજ નિભાવવાની પણ જરૂર નથી.

આ બીચ પર મહિલાઓ બિ‌કિની પણ પહેરી શકે છે અને સનબાથ પણ લઇ શકે છે. બીચ સાથે એક રિસોર્ટ પણ બનાવાયો છે. જો ભૂલથી પણ કોઇ પુરુષ આ બીચ પર એન્ટ્રી કરી લે છે તો તેણે ૧૮ ડોલર (રૂ.૧૩૦૦) દંડ ચૂકવવો પડે છે.

બેકા વેેલી દ્વીપમાં રહેના રબાબ અહેમદ કહે છે કે આ બીચ પર આવ્યા બાદ હું મારી જાતને આઝાદ અનુભવું છું. લેબેનાેનના નિયમો મુજબ મુસ્લિમ મહિલાઓને પોતાના પતિ સિવાય કોઇ પણ પુરુષ સામે ઓછાં કપડાંમાં ફરવાની પરવાનગી નથી. આવા સંજોગોમાં મહિલાઓ કોઇ પણ બીચ પર જઇ શકતી નથી.

જો તેઓ પરિવાર સાથે પિકનિક પર જાય તો તેમણે ધકધકતી ગરમીમાં પણ હિજાબ, આખી સ્લીવનો શર્ટ અને પાયજામો પહેરવો પડે છે. આવા સંજોગોમાં સ્થાનિક ક્લબે મહિલાઓ માટે બીચ તૈયાર કર્યો છે.

અન્ય એક મહિલા નાદા કહે છે કે આ બીચ પર આવીને અમે બીજી જિંદગી જીવીએ છીએ. અહીં ક્લિક કરાયેલા ફોટોગ્રાફને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી નથી.

બીચ પર કેમેરા કે મોબાઇલ લાવવાની પરવાનગી નથી. આ બીચ પર મહિલાઓ પોતાના માત્ર આઠ વર્ષ સુધીના બાળકને જ સાથે લાવી શકે છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

10 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

10 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

10 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

11 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

11 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

12 hours ago