US કંપની Space-Xએ પ્રથમ વાર રિસાઈકલ્ડ રોકેટ મોકલ્યું

કેપકાર્નિવલ (અમેરિકા): અમેરિકન બિઝનેસમેન એલનમસ્કની કંપનીએ આજે વહેલી પરોઢિયે ૩.૫૫ કલાકે પ્રથમ વખત રિસાઈકલ્ડ રોકેટ ફાલ્કન-૯ મોકલીને ઈતિહાસ સર્જ્યો છે. સ્પેસ એક્સ દ્વારા આ માટે સોમવારે સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સ્પેસ ટેકનોલોજીમાં આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. કંપનીએ બુસ્ટર રોકેટનો ફરીથી ઉપયોગ કરી રહી છે, જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનોટ્સ માટે ખાણીપીણીનો જરૂરી સામાન લઈ જતા હોય છે.

સમાચાર સંસ્થા ડીટીએચ અને નેટ સર્વિસ પ્રોવાઈડર એસઈએસ-૧૦ સેટેલાઈટને લઈને ફાલ્કન-૯ શુક્રવારે સવારે રવાના થયું હતું. ફાલ્કન-૯ને ફ્લોરિડાના કેનેડિયન સ્પેસ સેન્ટર પરથી છોડવામાં આવ્યું હતું. પ્રથમ ઉપયોગ કરવામાં આવી ચૂકેલ રોકેટનો બીજી વાર ઉપયોગ કરવાનો આ પ્રથમ કિસ્સો છે.

સ્પેસ એક્સનો દાવો છે કે રિયુઝેબલ રોકેટથી સ્પેસ પ્રોગ્રામના ખર્ચમાં ઘટાડો થશે. રશિયન, જાપાનીઝ અને યુરોપિયન સ્પેસ એજન્સીઓ પણ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. જે હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે. વાસ્તવમાં સ્પેસમાં કોઈ સેટેલાઈટને મોકલવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સ્પેસ પ્રોગ્રામનો મોટા ભાગનો ખર્ચ રોકેટ પાછળ થતો હોય છે.

http://sambhaavnews.com/

You might also like