સોયા પકોડા

સામગ્રી

1 કપ સોયા

½ ચમચી ગરમ મસાલો

½ ચમચી લાલ મરચુ

4 ચમચી બેસન

2 ચમચી ચોખાનો લોટ

½ ચમચી આદુ લસણની પેસ્ટ

2 ચમચી ડુંગળીની પેસ્ટ

½ ચમચી અજમો

ચપટી હીંગ

7-8 કઢી પત્તા

મીંઠુ સ્વાદ અનુસાર

પાણી જરૂર મુજબ

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ સૌથી પહેલાં ધીમી આંચ પર એક પેનમાં પાણી ગરમ કરો અને ઉકાળો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને 2 મિનિટ માટે પેનમાં સોયા એડ કરો. નિશ્ચિત સમય બાદ સોયાને પેનમાંથી નિકાળી લો અને ઠંડા પાણીમાં ધોઇને ફરી તેમાંથી પાણી નિતારી લો. હવે એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, અજમો, ગરમ મસાલો, કઢી પત્તા, હળદર, મીંઠુ અને પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણમાં સોયાની દડી એડ કરીને બરોબર મિક્સ કરો. ધીમી આંચ પર પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે સોયા પકોડાને લાઇટ બ્રાઉન કલરના તળી લો. સોયા પકોડાને ચટણી કે સોસ સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like