Categories: Gujarat

દક્ષિણ ઝોનમાં ટ્રી-ગાર્ડની ખરીદીમાં ૩પ લાખનાં સિંગલ ટેન્ડરનો વિવાદ

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં કોર્પોરેશન દ્વારા શહેરભરમાં વૃક્ષારોપણ કરાય છે. દર વર્ષે તંત્ર દ્વારા વૃક્ષારોપણને લગતા મોટા મોટા આંકડા પ્રસિદ્ધ કરાય છે. છેલ્લાં પાંચ વર્ષથી વૃક્ષારોપણની આંકડાકીય માહિતીને પણ જો યથાવત્ સ્વીકારીએ તો અમદાવાદ ખાસ્સું હરિયાળું બની ગયું હોત પરંતુ કાગળ પરનાં વૃક્ષારોપણની જેમ રોપાના જતન માટેનાં ટ્રી ગાર્ડની ખરીદીમાં પણ જબ્બર ગોટાળા ચાલે છે. દક્ષિણ ઝોનમાં ટ્રી ગાર્ડ ખરીદીનો રૂ.૩પ લાખનો કોન્ટ્રાક્ટ એકમાત્ર ટેન્ડરરને અપાતાં ભારે વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશનના કુલ છ ઝોન પૈકી અત્યારે તો ફક્ત દક્ષિણ ઝોન માટેના ટ્રી ગાર્ડ ખરીદીની દરખાસ્ત તંત્ર દ્વારા તૈયાર કરાઇ છે. હજુ પશ્વિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન વગેરે ઝોનના ટ્રી ગાર્ડની ખરીદીના ચક્ર પૂરેપૂરાં ગતિમાન થયાં નથી પરંતુ દક્ષિણ ઝોનમાં લોખંડના ગોળાકાર ટ્રી ગાર્ડ ખરીદીની વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ આધારિત દરખાસ્તે વિવાદનાં વમળ સર્જ્યાં છે. સત્તાવાળાઓએ અંદાજીભાવથી ર૪ ટકા ઓછા ભાવના રૂ.૩૪.ર૯ લાખના એકમાત્ર ટેન્ડરને મંજૂરી આપીને ટેન્ડર આધારિત રૂ.૩૪.૯૮ લાખનો અંદાજ તૈયાર કર્યો છે. જો કે પ્રતિ નંગ ટ્રી ગાર્ડ માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી કોન્ટ્રાક્ટરને કેટલા ચુકવાશે અને કુલ કેટલા નંગ ટ્રી ગાર્ડ ખરીદાશે તેવી મહત્વપૂર્ણ બાબત અંગે બાગ-બગીચા વિભાગે ભેદી મૌન પાળ્યું છે.

જો કે ટ્રી ગાર્ડ ડિઝાઇન અંગે પૂછતા બાગબગીચા વિભાગના ડાયરેકટર જિજ્ઞેશ પટેલ કહે છે, પાછલા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રી ગાર્ડની ગોળાકાર ડિઝાઇન યથાવત્ રખાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક લેભાગુ તત્ત્વો જૂનાં ટ્રી ગાર્ડને ફરીથી રંગરોગાન કરીને નવા ટ્રી ગાર્ડ તરીકે ઉપયોગમાં લે છે. આવી છેતરપીંડી અટકાવવા તંત્ર દ્વારા જે તે ટ્રી ગાર્ડને ક્રમાંક આપવાની પણ અગાઉ જાહેરાત કરાઇ હતી અલબત આ જાહેરાત પણ પોકળ નીવડી છે. જો કે જિજ્ઞેશ પટેલનો એવો દાવો છે કે તંત્રના ક્રોસ ચેકિંગના કારણે કોઇ જૂનાં ટ્રી ગાર્ડનો ફરીથી ઉપયોગ કરતું નથી. દરમિયાન રીક્રિએશન કમિટીના ચેરપર્સન બીજલબહેન પટેલ ફોન ઉપાડવાની તસ્દી લેતાં નથી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ…

39 mins ago

ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ…

1 hour ago

અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન…

1 hour ago

દબાણખાતા અને પોલીસને પૈસા આપવા તેમ કહી લારીવાળાઓને લુખ્ખા તત્વોની ધમકી

અમદાવાદ: શહેરમાં અાડેધડ પાર્કિંગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો…

1 hour ago

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

1 hour ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 hours ago