શાસ્ત્રીને કારણે જ દ્રવિડ બેટિંગ કોચ ના બની શક્યોઃ સૌરવ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફરી એક વાર રવિ શાસ્ત્રી નિશાન તાકીને ઈંગ્લેન્ડ પ્રવાસ પર મળેલી હાર માટે પણ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને જવાબદાર ગણાવ્યાે છે. ગાંગુલીએ એક વિવાદાસ્પદ નિવેદન કરતાં આગામી સમયમાં મોટો વિવાદ સર્જાય તેવી શક્યતા છે.

ગાંગુલીએ કહ્યું કે, ”જ્યારે રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ બનાવવામાં આવ્યાે ત્યારે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનાે બેટિંગ સલાહકાર બનવા માટે તૈયારે હતાે, પરંતુ રવિ શાસ્ત્રી સાથે વાત કર્યા બાદ રાહુલે બેટિંગ સલાહકાર બનવાની ના પાડી દીધી હતી.” ગાંગુલીએ જણાવ્યું કે, ”રાહુલને બેટિંગ સલાહકાર બનવા માટે કહેવામાં આવ્યું હતું અને તે આ માટે તૈયાર પણ હતો.

એ પછી દ્રવિડે રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી અને પછી શું થયું તે મને ખબર નથી. રાહુલ દ્રવિડ બેટિંગ સલાહકાર કેમ ન બની શક્યો તે કહેવું મુશ્કેલ છે, પણ જો રવિ શાસ્ત્રીને ટીમને સુધારવા માટે જે જવાબદારીઓ આપવામાં આવી છે તે તેણે આ કામ કરવું જ પડશે.”

You might also like