Categories: Tech

Sonyએ લોન્ચ કર્યા ત્રણ નવા Xperia સ્માર્ટફોન અને ઇયરફોન

નવી દિલ્હી: જાપાનની કંપની સોનીએ નવો Xperia X લાઇન અપનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ બાર્સિલોનાની ઇવેન્ટમાં Xperia Ear વાયરલેસ ઇયરફોન પણ લોન્ચ કર્યો છે. સોનીના આ નવા X સીરીઝમાં Xperia X, XA અને X Pefrormance નો સમાવેશ થાય છે.

શાનદાર ફીચર્સથી સજ્જ છે Xpeira Performance
Xperia X અને Xperia Performance સ્માર્ટફોનની સ્ક્રીન 5 ઇંચની છે અને તેમાં 23 મેગાપિક્સલનો રિયર અને 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીના એક નિવેદન અનુસાર આ બંને સ્માર્ટફોનના કેમેરામાં નવા પ્રેડિક્ટિવ હાઇબ્રિડ ઓટોફોકસ આપવામાં આવ્યા છે જે સબ્જેક્ટનું મોશન ડિટેક્ટ કરતાં બ્લર કર્યા વિના ફોટો ક્લિક કરવામાં મદદ કરે છે. કંપનીનો દાવો છે કે આ બે દિવસનો બેટરી બેકઅપ આપશે.

Xperia X માં 3GB રેમની સાથે ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 650 પ્રોસેસર અને 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જ્યારે ફ્લેગશિપ Xperia X Performanceમાં સ્નૈપડ્રૈગન 820 ચિપસેટ આપવામાં આવેલ છે. આ ઉપરાંત X Performance વોટરપ્રૂફ પણ છે.

બજેટ સ્માર્ટફોન હશે Xperia XA
Xperia XA બજેટ સ્માર્ટફોનની કેટેગરીમાં રાખી શકાય છે જેમાં 5 ઇંચની એચડી સ્ક્રીન અને MediaTek MT6755 પ્રોસેસર અને 2GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GB છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. બધા સ્માર્ટફોન એન્ડ્રોઇડના નવા વર્જન 6.0 માર્શમૈલો પર કામ કરશે. Xperia X અને Xperia X Performance માં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે પરંતુ XA માં આ સેન્સર નથી.

Xperia Ear વાયરલેસ ઇયરફોન Xperia Ear કંપનીનું નેક્સ્ટ જનરેશન વાયરલેસ ઇયરફોન છે જેને ઇન્ફોટેનમેંટ ઇયરફોન પણ કહી શકાય છે. તેમાં તમને હવામાનની જાણકારી, તાજા સમાચારો અને રિમાઇન્ડર્સ આપવામાં આવશે. તેને વોઇસ કમાન્ડ પણ આપી શકાય છે. કંપનીના અનુસાર આ ઇયરફોન IPX2 વોટર પ્રોટેક્શનથી સજ્જ છે અને તેની બેટરી લાઇફ એક દિવસની છે.

admin

Recent Posts

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

7 mins ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

37 mins ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

47 mins ago

બુટલેગરના ઘરમાં બોમ્બ-હથિયાર મૂકવા મામલે શકમંદના SDS ટેસ્ટ થશે

અમદાવાદ: રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા…

50 mins ago

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે…

1 hour ago

સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે…

1 hour ago