Movie Review: સોનુ કે ટીટુ કી સ્વીટી, જુઓ Trailer

અેશિયન અેકેડેમીમાંથી ફિલ્મ અને ટીવીનું શિક્ષણ લેનાર લેખક અને નિર્દેશક લવરંજને પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ૨૦૧૧માં બનાવી. ત્યારબાદ ૨૦૧૩માં ‘અાકાશવાણી’ અને ૨૦૧૫માં ‘પ્યાર કા પંચનામા-૨’ બનાવી. હવે તેમની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અાવી રહી છે.

અા ફિલ્મમાં લવરંજન ‘પ્યાર કા પંચનામા’ની જૂની ટીમમાંથી કાર્તિક અાર્યન, નુશરત ભરૂચા અને સની સિંહને લઈને અાવ્યા છે. અા ફિલ્મથી લોકપ્રિય રેપર હની સિંહનું પણ કમબેક થયું છે.

કાર્તિક અાર્યને પણ ૨૦૧૧માં ‘પ્યાર કા પંચનામા’થી કરિયર શરૂ કરી છે. અનેક એડ્ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી નુશરતે ૨૦૧૧માં દિવાકર બેનરજીની ફિલ્મ ‘લવ, સેક્સ અૌર ધોકા’ અને લવરંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં કામ કર્યું. સની સિંહે બાળકલાકાર તરીકે ઘણી ટીવી સિ‌િરયલ અને ફિલ્મ ‘ઇંગ્લિશ બાબુ દેશીમેન’ તેમજ ‘પાઠશાલા’માં કામ કર્યું.

અા રોમેન્ટિક કોમેડી ફિલ્મની કહાણી બ્રોમાન્સ અને રોમાન્સની અાસપાસ ફરે છે. દોસ્તી અને પ્રેમ વચ્ચે છેડાયેલા જંગની કહાણી છે. સોનુ (કાર્તિક અાર્યન) અને ટીટુ (સની સિંહ) બંને બાળપણથી જ પાકા મિત્રો છે, જ્યારે ટીટુ કોઈ પણ પરેશાનીમાં હોય છે ત્યારે સોનુ તેને મદદ કરે છે. મોટું બ્રેકઅપ થતાં પણ ટીટુને અાશ્વાસન અાપવાનું કામ સોનુ કરે છે.

અાવી જ રીતે ટીટુને સ્વીટી (નુશરત ભરૂચા) સાથે પ્રેમ થઈ જાય છે અને તે સ્વીટી સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ સોનુ ટીટુને સ્વીટી સાથે લગ્ન કરવા દેવા ઇચ્છતો નથી. તેને લાગે છે કે સ્વીટુ ટીટુ માટે સારી છોકરી નથી, જ્યારે સ્વીટી ખરેખર સારી છે અને દરેક કામમાં નિપુણ છે છતાં સોનુને સ્વીટી પર શંકા છે. કોઈ વ્યક્તિ અાટલી પરફેક્ટ કેવી રીતે હોઈ શકે. અા કારણે સોનુ પરેશાન થઈ જાય છે અને ટીટુનાં લગ્ન તોડાવવાની કોશિશ કરે છે. શું સોનુ પોતાના હેતુમાં સફળ થઈ શકશે.

Navin Sharma

Recent Posts

સરકારને ઝટકોઃ ફિચે સતત 12મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા કર્યો ઇન્કાર

નવી દિલ્હી: ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે સતત ૧૨મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા ઇન્કાર કર્યો છે. ફિચે ભારતનું સોવરેન…

14 mins ago

મહિલા ટી-20 વર્લ્ડકપઃ આયર્લેન્ડને હરાવી ભારત આઠ વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું

ગયાનાઃ અહીં ગઈ કાલે રમાયેલી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં આયર્લેન્ડને કારમો પરાજય આપીને ભારત આઠ વર્ષ બાદ આઇસીસી મહિલા ટી-૨૦…

25 mins ago

અંજારના વરસાણાની સીમમાં ટ્રક નીચે બાળકી પર સામૂ‌િહક બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલી એક કોલોનીમાં ર વર્ષની માસૂમ બાળકીને બે નરાધમોએ લાલચ આપીને ટ્રકની નીચે લઈ જઇને…

32 mins ago

Stock Market: સેન્સેક્સ 250 પોઈન્ટ અપઃ નિફ્ટી 10,600 પર

અમદાવાદ: આજે રૂપિયામાં રિકવરી અને મિક્સ્ડ ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે ઘરેલું શેરબજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સમાં હાલ…

36 mins ago

ફેફસાંની બીમારીના કારણે ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે જાહેર કરી નિવૃત્તિ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સની કરિયર ફેફસાંની રહસ્યમય બીમારીના કારણે…

43 mins ago

Japanની સાયબર સિક્યોરિટીના ડેપ્યુટી ચીફે આજ સુધી નથી ચલાવ્યું કમ્પ્યૂટર..!

ટોકિયો: જાપાનના ૬૮ વર્ષીય પ્રધાન યોશીટાકા સાકુરાદાએ સંસદમાં સ્વીકાર કર્યો છે કે તેમણે જાહેર જીવનમાં કયારેય કમ્પ્યૂટર ચલાવ્યું નથી. યુએસબી…

49 mins ago