Categories: Sports

વર્લ્ડ બોક્સિંગની ફાઇનલમાં પહોંચી સોનિયા લાથર

અસ્તાનાઃ સોનિયા લાથર એઆઇબીએ વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના છ વર્ષના ગોલ્ડ મેડલના દુષ્કાળને ખતમ કરવાથી માત્ર એક ડગલું દૂર છે. સોનિયાએ શાનદાર પ્રદર્શન કરતાં ૫૭ કિલોગ્રામ વર્ગમાં કઝાકિસ્તાનની આઇજહાન ખોજાબેકોવાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

૨૪ વર્ષીય સોનિયાએ ખોજાબેકોવાને એકતરફી મુકાબલામાં ૩-૦થી હરાવી દીધી હતી. ખિતાબી મુકાબલામાં સોનિયાની ટક્કર ઇટાલીની એલેસિયા મેસિયાનો સામે થશે, જેણે સેમિફાઇનલમાં બલ્ગેરિયાની બોક્સર ડેનિત્સા એલિસિવાને માત આપી હતી.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે છેલ્લે ૨૦૧૦માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે એમ. સી. મેરીકોમે ૪૮ કિ.ગ્રા.માં ગોલ્ડ હાંસલ કર્યો હતો. ૨૦૧૪માં દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને બે સિલ્વર મેડલ મળ્યા હતો. સોનિયાને બાદ કરતા અન્ય બોક્સર્સનું આ વખતની ટૂર્નામેન્ટમાં પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું.

Krupa

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago