સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમેસી…તમામ વિપક્ષોને ભોજન માટે આપ્યું આમંત્રણ

0 39

કોંગ્રેસ અધ્યક્ષ પદ રાહુલ ગાંધીને સોંપ્યા બાદ સોનિયા ગાંધી હવે પીએમ મોદી વિરુધ્ધ ગઠબંધન બનાવી વિપક્ષને મજબૂત બનાવામાં લાગી ગયા છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે તમામ વિપક્ષ પાર્ટીના નેતાઓને રાત્રિભોજન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એકજૂઠ થઇ કેન્દ્ર સરકાર સામે લડવા અંગેનું આયોજન કરી રહ્યાં છે. આ ડિનર અગાઉ બેઠકમાં 18 પક્ષના નેતા અથવા તેમના પ્રતિનિધિ સામેલ થયા, પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, તૃણમુલ સુપ્રીમો મમતા બેનર્જી અને એનસીપી પ્રમુખ શરદ પવારે હજી સુધી ડિનર ડિપ્લોમેસીમાં ઉપસ્થિત રહેવા પર સસ્પેન્સ બરકરાર રાખ્યું છે.

કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી હજી પણ પીએમ નરેન્દ્ર મોદી વિરુધ્ધ વિપક્ષને મજબુત બનાવાની કોશિશ કરી રહ્યાં છે. આમ કોંગ્રેસના સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર તમામ વિપક્ષ નેતાઓને ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

loading...

Leave A Reply

Your email address will not be published.