UPA સરકારે કોઇ જ અસરકારક કામ નથી કર્યું: સોનિયા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કાયમ મોદી સરકાર પર કટાક્ષ કરતા જ હોય છે. વિપક્ષ મોદી સરકારની ટિકા કરવાનો એક પણ મુદ્દો છોડતી નથી ત્યારે આ વખતે તો કટાક્ષ કરવા જતા ખૂદ સોનિયા ગાંધી જ કટાક્ષનું કારણ બની ગયા. વાત જાણે એમ છે કે સોનિયા ગાંધીથી કાંઇક એવું બોલાઇ ગયું કે જેનાથી તેમનો પક્ષ જ મુશ્કેલીમાં આવી ગયો.

સોનિયાજી આંધ્રપ્રદેશના નેતાઓને મળી રહ્યા હતાં. તે દરમ્યાન તેઓ એનડીએની જગ્યાએ યૂપીએ સરકાર બોલી ગયા. સોનિયાજી સભામાં બોલ્યા કે સરકારને બે વર્ષ પૂરા થઇ ગયા છે. પરંતુ યુપીએ સરકારે કોઇ જ અસરકારક કામ નથી કર્યું. બે વર્ષ થઇ ગયા હોવા છતાં મોદી સરકરાના કામમાં અસરકારકતા દેખાતી નથી. આમ પોતે એનડીએની જગ્યાએ યૂપીએ શબ્દનો પ્રયોગ કરીને પોતાની જ તત્કાલીન સરકાર સામે સવાલ ઉભો કર્યો છે. રાહુલે પણ આવા જ કેટલાક નિવેદોનો આ પહેલાં કર્યા છે. ત્યારે પુત્રના પગલે હવે માતા પણ ચાલી રહી હોય તેવું લાગે છે.

You might also like