Mission 2019: સોનિયા ગાંધી રાયબરેલીની મુલાકાતે, સંગઠન મજબૂત કરવાને લઇને પ્રયાસ

રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધી આજે રાયબરેલીની મુલાકાતે પહોંચશે. આજે સાંજે તેઓ રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પરથી સીધા જ ભુએમઊ ગેસ્ટ હાઉસ પહોંચશે. જેના પગલે અહીં તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બાદમાં આવતીકાલે કલેકટ્રેટ બચત ભવનમાં યોજાનારી જિલ્લા તકેદારી અને દેખરેખ સમીતિ બેઠકમાં ભાગ લેશે.

રાહુલ ગાંધી પણ આજે અમેઠીની બે દિવસીય મુલાકાત પૂરી કરી ભુએમઊ ગેસ્ટ હાઉસ પહોંચશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની મા સોનિયા ગાંધી સાથે આ બેઠકમાં ભાગ લેશે. તો આ અઠવાડિયાની અંદર કેદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અમેઠીની મુલાકાત લીધી છે.

સુત્રોનું માનીએ તો અમેઠીમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી જલ્દી મહત્વના ફેરફાર કરવાના છે. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓની નસ પારખવા સાથે સાથે દેખરેખ સમિતીની બેઠકમાં ભાગ લેશે. સોનિયા ગાંધીની આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે રાયબરેલીમાં લગભગ 21મી એપ્રિલે ભાજપની એક મોટી જનસભા યોજાવા જઈ રહી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, આ જનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સૂબેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાંક મોટા નેતા અને દિગ્ગજો હાજર રહેશે. આ જનસભામાં પંચવટીના ત્રણ ભાઈ, એમએલસી, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષ કોગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં સામેલ થશે. જેથી આ મુલાકાત દ્વારા સોનિયા ગાંધી જનાત સાથે સંવાદ કરશે અને બેઠકમાં ભાગ લેશે.

You might also like