સોનિયાને મળી હોસ્પિટલમાંથી રજા, થયું હતુ ફૂડ પોઇઝનિંગ

નવી દિલ્હીઃ ફૂડ પોઇઝનિંગની ફરિયાદ સાથે રાજધાનીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતમાં હવે સુધારો થઇ રહ્યો છે. શુક્રવારે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ તરફથી મળતી માહિતી મુજબ 7 મે ફૂડ પોઇઝનિંગની ફરિયાદ બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હવે તેમની તબિયત સુધારા પર છે. શુક્રવારે તબિયત એકદમ સારી થતા સાંજે સાત વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની તબિતય આજકાલ સારી રહેતી નથી. આ પહેલાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પહેલાં તેઓ વિદેશમાં પણ પોતાની સારવાર કરાવા ગયા હતા. ત્યારે થોડા દિવસો પહેલાં તેઓ ફૂડ પોઇઝનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે હવે તબિયત સુધારા પર છે. નાદુરસ્ત તબિયતને કારણે સોનિયા હાલ પહેલા જેટલા રાજકારણમાં સક્રિય નથી.

http://sambhaavnews.com/

You might also like