Video : આ વીડિયો જોઇ સાચે જ સાબિત થશે મનમોહન હતા ચિઠ્ઠીના ચાકર

નવી દિલ્હી : સામાન્ય રીતે જ્યારે પણ યુપીએ અને યુપીએ-2 સરકારની વાત આવે ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ નજર સામે આવે છે. મનમોહન સિંહ એક એવા વડાપ્રધાન હશે જેની સૌથી વધારે મજાક ઉડાવવામાં આવી હોય. નરેન્દ્ર મોદી પણ તેઓને રિમોટ કંટ્રોલથી ચાલતા વડાપ્રધાન ગણાવી ચુક્યા છે. હાલમાં જ નોટબંધી અંગે પણ પુર્વવડાપ્રધાન મનમોહનસિંહે નિવેદન આપ્યું હતું. જે પણ લોકો વચ્ચે મજાકનો વિષય બન્યો હતો.

મનમોહન સિંહ હંમેશા ઓછા બોલા અને કહ્યાગરાનેતા તરીકેને છાપ ધરાવે છે. જો કે તેઓ અર્થશાસ્ત્રનાં ખુબ જ માસ્ટર ગણવામાં આવે છે. તેઓ વર્લ્ડ બેંક અને યુએન સહિતની મહત્વની સંસ્થાઓમાં પોતાની સેવા આપી ચુક્યા છે. આજે પણ વિશ્વનાં વિખ્યાત અર્થશાસ્ત્રીઓમાંના એક મનમોહનસિંગ ગણાય છે.

જો કે આ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે, તેમના પોતાના પક્ષમાં તેમનું કેટલું મહત્વ છે. વડાપ્રધાન જેવા મહત્વનાં પદ પર રહી ચુકેલા મનમોહન સિંઘ પાસેથી જ્યારે સોનિયા ગાંધી પસાર થાય છે ત્યારે તેમને ભાવ પણ નથી આપતા. જ્યારે બીજી તરફ મનમોહન સિંઘ અચાનક સોનિયા ગાંધી આવી જવાના કારણે ડઘાઇ જાય છે અને બંન્ને હાથ જેમ ક્લાસમાં ટીચર આવે અને વિદ્યાર્થી હાથ બાંધી દે તેવી રીતે બાંધી દે છે. આ ફની વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

(આ વીડિયો સાચો છે કે ખોટો તે અંગેની પૃષ્ટી સમભાવ ન્યૂઝ નથી કરતું)

 

You might also like