OMG! સોનમનો સંગીત સેરેમનીનો લહેંગો તૈયાર કરવામાં લાગ્યા આટલા મહિના…

મુંબઇ: છેલ્લાં ઘણાં વર્ષોથી સોનમ કપૂરે સારી ફિલ્મો આપવાની સાથે સાથે લેડીઝના વોર્ડરોબને ઘણા ફેશનગોલ્સ પણ આપ્યા છે. પોતાની ફિલ્મોના પ્રમોશનમાં પહેરલાં કપડાંથી લઇને મોટા મોટા ફંકશનમાં પહેરેલા સુંદર ડ્રેસીસ સુધી સોનમ હંમેશાં પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહી છે.

જ્યારે વાત તેના વેડિંગ ફંકશનના ડ્રેસની હોય ત્યારે તે ખાસ હોય તેમાં કોઇ શંકા નથી. પોતાની સંગીત સેરેમનીમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. આ આઇવરી કલર સાથે ગોલ્ડન કોમ્બિનેશનવાળા લહેંગામાં સોનમ કોઇ પરી જેવી દેખાતી હતી.

તમને જાણીને નવાઇ લાગશે કે સોનમના આ ડ્રેસને તૈયાર કરવામાં ૧૮ મહિના જેટલો સમય લાગ્યો. સોનમે આ ડ્રેસનો ઓર્ડર બે વર્ષ પહેલાં આપ્યો હતો. ડિઝાઇનર અબ્બુ જાની અને સંદીપ ખોસલાએ સોનમના આઉટફિટ ડિઝાઇન કર્યા હતા.

એક ફેશન મેગેઝિનને આ ડિઝાઇનર્સે જણાવ્યું કે સોનમના ગોલ્ડન અને સિલ્વર શેડસવાળા આ ડ્રેસને બનાવવામાં ૧૮ મહિના લાગ્યા. લહેંગામાં ચીકનકારી કરાઇ છે. તેની સાથે વાઇબ્રન્ટ ગોલ્ડ ચોલી પણ સોનમ પર એવી સુંદર લાગી કે સોનમ હવે પછીની દુલ્હનો માટે આઇકોન બની ગઇ.

ડિઝાઇનરની આ જોડીએ આગળ એમ પણ કહ્યું કે સોનમ તેમની ફેવરિટ છે અને તેથી તેના લગ્ન માટે એક ફેન્ટસી પીસ તૈયાર થવો જરૂરી હતો. આ શુભ અવસર પર સોનમ ખૂબ જ સુંદર લાગી શકે તે માટે કારીગરોની કેટલીયે ટીમે ભેગા મળીને ૧૮ મહિનામાં આ ડ્રેસ તૈયાર કર્યો.

You might also like