VIDEO: મંહેદી સેરેમનીમાં સોનમે આનંદ સાથે લગાવ્યા ઠુમકા

‘નીરજા’ એક્ટ્રેસ સોનમ કપૂર બૉયફ્રેન્ડ આનંદ આહૂજાની સાથે 8મેના સાત ફેરાં લેવા જઇ રહી છે. સોનમ કપૂરના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઇ ચૂક્યા છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા મંહેદી ફંક્શનમાંના વીડિયો અને ફોટોઝ જોયા પછી ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધી ગઇ છે. આ ફંક્શનમાં તેનો સમગ્ર પરિવાર એક સાથે ધમાલ-મસ્તી કરતો જોવા મળ્યો. સાથે જ બૉલીવુડ સેલેબ્સ પણ આ ફંક્શનમાં હાજર રહ્યાં હતા. સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં સોનમ અને આનંદ. સોનમ કપૂરે આનંદ આહૂજાના નામની મેંહદી લગાવ્યા પછી ફ્રેન્ડ્સ અને કઝિનની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

 

 

જ્યારે સ્ટાર કપલ સોનમ-આનંદે પણ એકસાથે ડાન્સ કર્યો હતો. દિકરીના ખાસ દિવસ પર પાપા અનિલ કપૂર પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

સોનમ કપૂરે પોતાના મંહેદીના ફંક્શનમાં ‘એ દિલ હૈ મુશ્કિલ’ના સોંગ્સ પર ડાન્સ કર્યો, આ સાથે જ ‘બેઇમાન દિલ બડા બેઇમાન’ જેવા સોંગ પર ડાન્સ કર્યો હતો. સોનમના પાપા અનિલ કપૂરે ‘દેસી બૉય્ઝ’ના સોંગ ‘બાહો મેં આ સોનિયે’ પર ડાન્સ કર્યો હતો. વ્હાઇટ કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યા અનિલ કપૂર પોતાના દિકરીને લઇને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા.

 

સોનમે મહેંદી સેરેમનીમાં પીચ કલરનો પહેંગો પહેર્યો હતો અને સાથે જ આનંદ પણ પીચ કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. કપૂર પરિવારના દરેક સભ્યએ આ ફંક્શને ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. ઇન્ટરનેટ પર આ ઇવેન્ટના અનેક વિડિયો વાયરલ થઇ રહ્યા છે

 

સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં શનાયા કપૂર, ખુશી કપૂર, જ્હાન્વી કપૂર અને અંશુલા કપૂર એક જ ફ્રેમમાં જોવા મળ્યાં હતા. તસવીરમાં આ કપૂર સિસ્ટર્સની બોન્ડીંગ જોવા મળી રહી છે. અંશુલા સાથે ખુશી અને જ્હાન્વીનાં સંબંધો સુધરી રહ્યાં છે. તેનો પુરાવો આ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોઝ અને ફોટોઝ છે.

You might also like