કેન્સરથી લડવાની તૈયારી કરી રહી છે સોનાલી બેન્દ્રે

થોડા દિવસ પહેલા અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં સોનાલીએ જણાવ્યું હતું કે તેને ઉચ્ચ ગ્રેડનું કેન્સર થયું છે. સોનાલીની માંદગીને કારણે બોલિવૂડ સહિતના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો. હાલ તે ન્યૂ યોર્કમાં સારવાર કરી રહ્યા છે. તાજેતરમાં, સોનાલીએ નવી પોસ્ટ સાથે તેના બદલાયેલો ફોટો શેર કર્યો છે. સોનાલીને ફોટોમાં વાળ કપાવતા દેખાય છે, પતિ ગોલડી તેની સાથે જોવા મળ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સોનાલીએ દિલની વાત શેર કરી હતી.

પોસ્ટમાં, સોનાલીએ તેના માટે પ્રાર્થના કરતા લોકોનો આભાર માન્યો હતો. સોનાલીએ આગળ લખ્યું હતું કે, બધા કેન્સરના રોગ માટે લડતા લોકો તેની સાથે છે અને તેમના અનુભવો શેર કર્યા છે. દરેક વ્યક્તિની કથાથી મને કેન્સર સામે લડવાનું પ્રોત્સાહિત કરે છે.

સોનાલીની સૌપ્રથમ ફોટોમાં લાંબા વાળ છે, ત્યારબાદ સોનાલીએ તેના વાળ કાપવાનો સમગ્ર Video શેર કર્યો હતો.

એવું જાહેર કરવામાં આવ્યું નથી કે શા માટે સોન્લીએ તેના વાળ કપાવ્યા છે પરંતુ કેમોથેરાપી શરૂ થાય ત્યારે લોકોને વાળ ઉતરવાની પ્રતિક્રિયા શરી થાય છે.

 

તમને જણાવી દઈએ કે કેન્સરની સારવાર લેતી વખતે, મનીષા કોઈરાલા અને લિઝા રેનો પણ દેખાવ સંપૂર્ણપણે બદલાયો હતો.

માંદગી વચ્ચે, સોનાલી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેણે મુશ્કેલ સમયમાં સહાય માટે તેના બધા મિત્રોને આભાર માન્યો છે.

કરણ જોહર, અર્જુન કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા, શ્રુતિ હસન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, ઋષિ કપૂર, સોફિ ચૌધરી, ઈલીયાના ડી’ક્રુઝ, વિવેક ઓબેરોય, નેહા ધૂપિયા, મધુર ભંડારકર, હૃતિક રોશન, ટ્વિટર પર અનેક સેલિબ્રિટીઓએ તેને શુભેચ્છાઓ મોકલી છે.

Janki Banjara

Recent Posts

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

20 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

1 hour ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

1 hour ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

11 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

11 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

12 hours ago