VIDEO: ગીર-સોમનાથમાં PGVCLનાં કર્મચારી પર હુમલાનો પ્રયાસ

ગીર-સોમનાથમાં PGVCLની ટીમ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુત્રાપાડાનાં લાટી ગામમાં બે શખ્સોએ PGVCLનાં કર્મચારી પર હુમલાનો પ્રયાસ કર્યો છે. વિજ ચેકિંગ સમયે અધિકારીની પાછળ બે શખ્સો પથ્થર લઈને દોડયાં હતાં.

જો કે જીવ બચાવવા અધિકારી દોડતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ બંને શખ્સો PGVCLનાં કર્મચારીને બિભસ્ત ગાળો પણ ભાંડી રહ્યાં છે. તો આ મામલે PGVCLનાં કર્મચારીએ મરીન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ગીર-સોમનાથમાં PGVCLની ટીમ પર હુમલાનો પ્રયાસ
સુત્રાપાડાનાં લાટી ગામમાં વિજ ચેકિંગ દરમિયાન કરાયો હુમલો
અધિકારીની પાછળ 2 વ્યક્તિ પથ્થર લઈને દોડ્યાં
2 વ્યક્તિએ કર્મચારીને ભાંડી બિભસ્ત ગાળો
અધિકારી જીવ બચાવવા માટે ભાગતો હોવાનો વીડિયો વાયરલ
PGVCL કર્મચારીએ મરીન પોલીસમાં નોંધાવી ફરિયાદ

You might also like