Birthday Special – હેપ્પી બર્થ ડે ટુ વરુણ

ટોચના અભિનેતા વરુણ ધવનનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ વરુણ… ૧૯૮૭ના એપ્રિલની ૨૪ મીએ જન્મેલો વરુણ આજે ૩1 વર્ષનો થયો.

ટોચના ફિલ્મ સર્જક ડેવિડ ધવનના આ નાના પુત્રે અથાક પુરુષાર્થ અને પ્રારબ્ધના સહકારથી માત્ર પાંચ વર્ષમાં જબરદસ્ત કામિયાબી હાંસલ કરી હતી.

૨૦૧૨માં ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરથી કારકિર્દી શરૃ કરનારા વરુણે સતત મહેનત અને ધીરજભેર કામ કરીને પાંચ વર્ષમાં એ લિસ્ટના કલાકારોની યાદીમાં સ્થાન મેળવી લીધું હતું.

એમાંય તાજેતરમાં રજૂ થયેલી એની જુડવા 2 એ ધાર્યા કરતાં વધુ હિટ નીવડતાં રાતોરાત વરુણની માર્કેટ પ્રાઇઝમાં ધરખમ વધારો થઇ ગયો હતો.

જો કે શૂજિત સરકારની ઓક્ટોબર ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી જતાં એણે પોતાની માર્કેટ પ્રાઇઝ ઘટાડીને આ ફિલ્મ કરી હતી. હાલ વરુણ યશ રાજની સુઇ ધાગા ફિલ્મ અનુષ્કા શર્મા સાથે કરી રહ્યો છે.

You might also like