USના વૂડલેન્ડમાં સોલર ફાર્મ બનશે તો સૂરજની ઊર્જા ઘટવાની ભીતિ

વોશિંગટન: અમેરિકાના નોર્થ કૈરોલિનાના વુડલેન્ડ શહેરમાં આગામી દિવસોમાં લગાવવાના સોલાર ફાર્મની દરખાસ્તનો અેવા તર્ક સાથે વિરોધ થઈ રહયો છે કે જો આ ફાર્મ ચાલુ થશે તો સૂરજની ઊર્જા ઘટી જશે. આ અંગે કંપનીઅે કાઉન્સિલમાં દલીલો કરવા છતાં દરખાસ્ત રદ કરી દેવામાં આવી છે.

વૂડલેન્ડ શહેરમાં સ્ટ્રાટા સોલાર કંપની દ્વારા હાઈ વેની બાજુમાં સોલાર ફાર્મ લગાવવાની દરખાસ્ત થઈ છે. જેનો શહેરના લોકોઅે ડર વ્યકત કર્યો છે કે જો આ ફાર્મ શરૂ કરવામાં આવશે તો તેનાથી સૂરજની તમામ ઊર્જા ઘટી જશે. શહેરના અેક નિવૃત વિજ્ઞાન શિક્ષક જેન મને જણાવ્યું કે સોલાર પેનલ લગાવવામાં આવશે તો અનેક છોડને નુકસાન થશે અને ફોટોસિન્થેસિસ રોકાઈ જતા છોડનો વિકાસ અટકી જશે.

સોલાર પેનલથી કેન્સરથી વધુ મોત થયાની શંકા
સોલાર પેનલ લગાવવામાં આવી છે તે વિસ્તારોમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યુ છે. સ્ટ્રાટા કંપનીના પ્રવકતાઅે વિજ્ઞાન શિક્ષકે રજૂ કરેલા આ તર્કને ફગાવી દીધો છે.

પ્રવકતાઅે કાઉન્સિલની મિટિંગમાં જણાવ્યું હતું કે સોલાર પેનલથી સ્વાસ્થ્ય પર કોઈ અસર પડતી નથી. તેમજ સૂરજની ઊર્જામાં પણ કોઈ ઘટાડો થતો નથી. જોકે કંપનીની આવી દલીલો છતાં કાઉન્સિલે આ દરખાસ્ત રદ કરી દીધી છે.

You might also like