VIDEO: આણંદમાં સ્પા સેન્ટર પર SOG, LCBનાં દરોડા, ઝડપાયું સેક્સ રેકેટ

ગુજરાતઃ આણંદ અને વિસનગરમાં SOG અને LCBની ટીમ દ્વારા સંયુક્ત રીતે સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. SOG અને LCBની 9 જેટલી ટીમોએ 20 જેટલા સ્પા સેન્ટરો પર દરોડા પાડતા સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું છે.

આ સેક્સ રેકેટ આણંદમાં આવેલ ડોલ્ફીન સ્પા સેન્ટરમાં ચાલતું હતું. જો કે સમગ્ર સેક્સ રેકેટનો પર્દાફાશ થયા બાદ SOGની ટીમે સ્પાનાં માલિક સહિત ત્રણ પ્રાંતિય યુવતીઓની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે આગળ વધુ તપાસ પણ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ હંમેશા આવા ક્યાંય પણ ચાલતા સેક્સ રેકેટને લઇ સચેત જ હોય છે. જેથી આણંદ અને વિસનગર ખાતેની SOG અને LCBની ટીમે 20 જેટલા સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતાં.

આ દરોડામાં આણંદમાં ચાલતું ડોલ્ફીન સ્પા સેન્ટર કે જ્યાં સેક્સ રેકેટ ચાલતું હતું. જેથી ત્યાં માલિક સહીત ત્રણ યુવતીઓની ધરપકડ કરી હતી. તેમજ આ ત્રણેય યુવતીઓ અને સ્પાનાં માલિક વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like