Categories: Gujarat

આડેધડ રોડ બનાવીને સોસાયટી, ઓફિસોને ખાડામાં નાખી દીધી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામોમાં લેશમાત્ર ગુણવત્તા જળવાતી નથી તેનાથી સૌ કોઇ પરિચિત છે. તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે શહેરભરના રોડ સામાન્ય વરસાદના મારથી પણ ઊબડખાબડ રસ્તામાં ફેરવાઇ ગયા છે. બીજી તરફ રિસરફે‌િસંગ વખતે બેદરકારીપૂર્વક ડામરના થરના થર ચઢાવી દેવાથી રોડ લેવલ ઊંચાં થઇને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ લોકો પરેશાન થઇ રહ્યા છે. આશ્રમરોડ પરના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવી જ ફરિયાદો ઊઠી છે.

શહેરના રાજમાર્ગ તરીકે ઓળખાતા આશ્રમરોડ પર પાલડી-ભઠ્ઠા વિસ્તારના નાગરિકો ચાલુ ચોમાસામાં મુસીબતમાં મુકાઇ ગયા છે. આશ્રમરોડ પર અંજલિ ચાર રસ્તા ફલાય ઓવરબ્રિજ પ્રોજેકટના કારણે લોખંડનાં પતરાંની મોટી મોટી આડશ મૂકીને બે‌િરકેડિંગ કરાયું છે, પરંતુ આશ્રમરોડ સંલગ્ન ફતેહપુરા વિસ્તાર અને વાસણાના ભઠ્ઠા વિસ્તારમાં સહેજ વરસાદ પડતાં લોકોનાં ઘર-ઓફિસમાં વરસાદી પાણી ઘૂસી રહ્યાં છે.

સ્થાનિક રહેવાસીઓ રોષભેર કહે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડનું લેવલ ઊંચું કરાતાં અમારી ‌નીચાણવાળી સોસાયટી અને કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીનાં ઘોડાપૂર આવે છે. વ્રજ કોમ્પ્લેક્સ, સ્વા‌િમનારાયણ કોમ્પ્લેક્સ, ચંદનબાળા કોમ્પ્લેક્સ, દામુભાઇ કોલોની, ઝલક કોમ્પ્લેક્સ વગેરેમાં આ સમસ્યા વધુ વિકટ છે.

આમાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રોડ લેવર ઊંચું થવાની સાથે સાથે વરસાદી ગટરલાઇનના મેનહોલ અને કેચપીટ ડામર નીચે દબાઇ ગયા છે અને હવે પશ્ચિમ ‌ઝોનનો ઇજનેર વિભાગનો સ્ટાફ દબાયેલા મેનહોલ અને કેચપીટને મેટલ ડિટેકટર લઇને શોધી રહ્યો છે. વરસાદમાં ડ્રેનેજનાે નિકાલ ન થતો હોઇ તંત્ર મુંઝવણમાં મુકાયું છે. આ સમસ્યાથી મ્યુનિસિપલ ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને પણ વાકેફ કરાયા હોઇ મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

15 mins ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

1 hour ago

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગરઃ નોર્થ કશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર સેના, એસઓજી…

2 hours ago

‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ દર્દીઓ લાભાન્વિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કર્યાના ર૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેએવાય) મોદીકેર…

2 hours ago

GST પ્રેક્ટિશનરે NACIN પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે

અમદાવાદ: જીએસટીના પ્રેક્ટિશનર તરીકે કામ કરવા માટે હવે પ્રેક્ટિશનરે NACIN (નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ એન્ડ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ) પરીક્ષા…

2 hours ago

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

3 hours ago