Categories: India

પ્રાઇવેટ શાળાઓનું કામ વેશ્યાવૃતિ કરતા પણ ખરાબ : મંત્રી

નવી દિલ્હી : કર્ણાટકનાં સમાજ કલ્યાણ મંત્રી એચ. આંજનેયે પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓની તુલના વેશ્યાવૃતી સાથે કરી નાખી. તેમણે કહ્યું કે આવી સંસ્થાઓ આરટીઇનાં નામે બાળકોનાં માતા પિતાને પરેશાન કરે છે. સંસ્થાઓમાં કોઇ માનવીયતા કે આદર્શવાદ નથી અને તેઓ માત્ર શિક્ષણ વેચવાનો ધંધો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આરટીઇ આવ્યા બાદ પછાત વર્ગમાં ઘણા બાળકોને શિક્ષણ મળવા લાગ્યું. આરટીઇ કોટાનાં બાળકોને એડમિઇશન આપતા સમયે કેટલીક સંસ્થાઓ તેનાં માતા પિતાને માસિક રીતે પરેશાન કરી નાખે છે.

આંજનેયે કહ્યું કે બાળકોને સાથે લઇને કેટલાક અરજદ્વારો દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી છે. શાળાનાં વલણ સામે તેમને તકલીફ હોય છે. તેમણે કહ્યું કે આવી પ્રાઇવેટ સંસ્થાઓને માણસાઇ, નૈતિકતા અને આદર્શવાદનો ઉપયોગ કરવો પડશે. અમે શિક્ષણને ધંધો નહી બનવા દઇએ. એવી સંસ્થાઓ જે શિક્ષણ વેચતી હોય છે અને અરજદારોને પરેશાન કરે છે તે વેશ્યાવૃતીથી પણ ખરાબ કામ કરી રહ્યા છે. તેઓમાં કોઇ પણ પ્રકારની નૈતિકતા હોતી નથી.

મંત્રીનાં આ નિવેદન વિરુદ્ધ કર્ણાટક પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કર્ણાટક શિક્ષણ પંચની ઓફીસની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે લોકોએ કહ્યું કે ગુરૂવારે પંચની સામે મંત્રીનાં નિવેદન અંગે કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે. કર્ણાટક એસોસિએટેડ મેનેજમેન્ટ ઓફ ઇંગ્લીશ મીડિયમ શાળાનાં મહાસચિવ ડી. શશિ કુમારે કહ્યું કે અમે મંત્રીનાં નિવેદનની નિંદા કરીએ છીએ. અમે જવાબદાર પદ પર કામ કરી રહ્યા છીએ.

Navin Sharma

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

12 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

12 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

13 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

15 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

15 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

16 hours ago