સાબુ અને ડીઓડરન્ટ પણ ફેલાવે છે પ્રદૂષણ

અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે કારમાંથી નીકળતો ધુમાડો અને ફેકટરીની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ થાય છે અને તેથી વાતાવરણમાં આવેલા ઓઝોનના પડને નુકસાન થાય છે. જોકે સાયન્સ જર્નલમાં આવેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે રોજબરોજ વાપરવામાં આવતા સાબુ, ડીઓડરન્ટ અને શેમ્પૂમાં પણ એવાં કેમિકલ્સ છે. જે કારના ધુમાડા જેટલું જ પ્રદૂષણ ફેલાવે છે.

એમાંથી નીકળતાં વોલટાઈમ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હવાને અશુદ્ધ કરે છે અને ઓઝોનના પડને પણ નુકસાન પહોંચાડે છે. વળી આ કેમિકલ હાર્ટએટેક, સ્ટ્રોક અને લન્ગ કેન્સરનો ખતરો વધારે છે. આવાં કેમિકલ્સ હવામાં સ્મોગ પણ વધારે છે એટલે આવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા લોકોએ ચેતવાની જરૂર છે.

You might also like